• Gujarati News
  • પાટણથી ઉપડતી સવારની બે ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

પાટણથી ઉપડતી સવારની બે ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : રેલવે તંત્રના ૧લી જુલાઇથી બદલાયેલા સમયપત્રકમાં પાટણથી સવારે ઉપડતી બે ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે બાકીની ટ્રેનોના સમયમાં કોઇ ફેરફાર થયો નથી. પાટણ રેલવે સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણથી રોજ સવારે પ-૫૦ કલાકે પડતી પાટણ-અમદાવાદ ડેમુ ટ્રેનનો ઉપડવાનો સમય ૧૦ મિનિટ મોડો કરાયો છે અને આ ટ્રેન સવારે ૬ કલાકે પાટણથી પ્રસ્થાન કરવા લાગી છે. બીજી ટ્રેન પાટણથી મહેસાણા જવા માટે પાટણ સ્ટેશનથી સવારે ૬-૫૫ કલાકે અગાઉ ઉપડતી હતી તેના સમયમાં પણ ફેરફાર કરીને હવેથી ૩૫ મિનિટ મોડી એટલે કે સવારે ૭-૩૦ કલાકથી નવા સમયપત્રક મુજબ ઉપડતી થઇ છે. આ બે ટ્રેન સિવાયની બાકીની તમામ ટ્રેનોના સમય યથાવત રહેવા પામ્યા છે.
સમીના મનવરપુરાના ખેડૂતનો કેબલ વાયર ચોરાયો
શંખેશ્ર્વર : સમીના મનવરપુરા ગામે રહેતાં ઠાકોર દિનેશજી ગેલાજીની ખેતીની જમીન મુજપુર ગામની સીમમાં આવેલી છે. જયાં પાણીનો બોર હોવાથી હાલ બીટી કપાસમાં પાણીનું પિયત કામ ચાલુ હતું ત્યારે સોમવારે કામ પતાવીને ઘરે ગયા બાદ બીજા દિવસે સવારે ૯ વાગ્યે ખેતરે આવતાં બોરની ઓરડી પરનો જલ્લાલ કંપનીનો ૧૬ એમએમનો રૂ. ૭૮૦૦નો કેબલ વાયર કોઇ ચોરી ગયા હતા

પાટણની મહિલાને મારપીટના કેસમાં ૩ને એક વર્ષની કેદ
પાટણ : શહેરના પનાગરવાડામાં છ વર્ષ અગાઉ છોકરાઓ બાબતે બોલાચાલી થતાં રેશમાબાનુ ઉમેદખાન પઠાણને અપશબ્દો બોલી ધમકી આપવાની ઘટના બની હતી. જેમાં પનાગર અબ્દુલસતાર ફકીરમહેમદ, રસીદાબાનુ અબ્દુલસતાર અને હાસમમીયાં અબ્દુલસતાર વિરુદ્ધ ઇપીકો કલમ ૩૨૩ અને ૧૧૪ મુજબ પાટણ શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જેનો કેસ અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ.આર.એમ. આસોડીયાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ બી.વી.પટેલની દલીલો બાદ દરેકને એક વર્ષની સાદી કેદ તેમજ રૂ.પ૦૦ પ્રમાણે દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો.