તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિદ્ધપુરમાં ગામડાના રસ્તા ભારે વરસાદથી કલાકો સુધી બંધ રહ્યા

સિદ્ધપુરમાં ગામડાના રસ્તા ભારે વરસાદથી કલાકો સુધી બંધ રહ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
વરસાદની ચાતક નજરે રાહ જોતાં સિદ્ધપુરવાસીઓને બુધવારની રાત્રીના વીજળીના કડાકા અને ચમકારા સાથે જોરદાર ઝાપટું પડયું હતું અને એક કલાકમા પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરુવારની સવારથી જ વરસવાનું શરૂ કર્યું હતું અને બપોરે ૧ર કલાકે જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અને ચાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
મામલતદાર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, સનનગરની એક દિવાલ પડી હતી. જોકે, કોઇ જાનહાનિ થઇ નથી. તો શહેરના દેથળી ચોકડી પાસે શહેરની અંદર આવતો રોડ અને દેથળી તરફના રોડ પર કેડ સમા પાણી ભરાતાં વાહન વ્યવહાર બે કલાક બંધ થયો હતો. કાકોશી ચોકડી પાસે પટેલ એસ્ટેટના દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જ્યારે લક્ષ્મી માર્કેટમાં પણ બે ફુટ પાણી ભરાયાં હતા. ઋષિ તળાવમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. સિદ્ધપુર વશિ્રામગૃહ, નિસઁગ કોલેજ, ડૉ. ચેતનભાઇના દવાખાના પાસે પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ થયો હતો. ખોલવાડા બ્રહ્નાણીનગર સોસાયટી વિસ્તારમાં બુધવાર રાત્રીના ૧૦ કલાકથી ગુરુવાર સાંજે ૬ કલાક સુધી વીજળી ગુલ થઇ હતી.
ખળી ખાતે કરણાજી ઠાકોરના ઘરનું છાપરુ પડતાં ઇજાગ્રસ્ત થયા હતા. જેને લઇને તેઓને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સમાં જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાઇવે પર વાહનોમાં પાણી ઘૂસી જતાં ધક્કામારી આગળ લઇ જતાં લોકો જોવા મળ્યા હતા.