તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધનસુરાના માધાની મુવાડીમાં શંકાસ્પદ ડેન્ગ્યૂનો દર્દી સારવાર હેઠળ

ધનસુરાના માધાની મુવાડીમાં શંકાસ્પદ ડેન્ગ્યૂનો દર્દી સારવાર હેઠળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્યની ટીમે ગામમાં પહોંચી સર્વે કામગીરી હાથ ધરી
ભાસ્કર ન્યૂઝ.ધનસુરા
ધનસુરા તાલુકાના માધાની મુવાડી ગામે એક મહિલાને શંકાસ્પદ ડેન્ગ્યૂ જણાતાં તાબડતોબ સારવાર એથેg હોસ્પીટલમાં દાખલ કરાયા હતા.
માધાની મુવાડી ગામના કાળીબેન દેસાઇને છેલ્લા કેટલાક દિવસથી તાવની અસર વર્તાતાં તેઓએ નજીકના સારવાર કેન્દ્રમાં સારવાર મેળવી હતી. પરંતુ મહિલાની સ્થિતિમાં સુધારો નહી જણાતાં ધનસુરા ખાતે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીને ઉબકા સાથે ઉલટીની અસર વર્તાતાં તબીબે શંકાસ્પદ ડેન્ગ્યૂના આ કેસમાં વધુ પરીક્ષણો કરાવ્યા હતા. જ્યારે શંકાસ્પદ ડેન્ગ્યૂના આ કેસની જાણ આરોગ્ય વિભાગને થતાં આકરૂન્દથી આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સર્વે કામગીરી હાથ ધરી દર્દીના નજીકના વ્યકિતઓના સેમ્પલ મેળવ્યા હતા.