તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વજિયનગર તાલુકા પંચાયતની કારોબારી સભા તોફાની બની

વજિયનગર તાલુકા પંચાયતની કારોબારી સભા તોફાની બની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજીવ ગાંધી નિમૉણ ભવનમાં ગેરરીતિનો કરાયાનો આક્ષેપ : યોગ્ય જવાબ નહિ મળે તો પોલીસ ફરિયાદ કરવાની તાલુકા પ્રમુખની ધમકી
ભાસ્કર ન્યૂઝ.વજિયનગર
વજિયનગર તાલુકા પંચાયતની ગુરૂવારે યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. જેમાં રાજીવ ગાંધી ભવનના નિમૉણમાં ગેરરીતિની તપાસ કરવા પ્રમુખ, સત્તાપક્ષ તથા વપિક્ષે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માગણી કરતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં મનરેગાના કામોની પણ લેખિત માહિતી પુરી પાડવા સભ્યોએ દેકારો મચાવ્યો હતો.
વજિયનગર તાલુકા પંચાયતના બી.આર.જી.એફ. ભવન હોલ ખાતે ગુરૂવારે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં રાજીવ ગાંધી ભવનના નિમૉણમાં ગેરરીતિ, મનરેગા વિકાસના કામો બાબતે સભ્યોએ દેકારો મચાવ્યો હતો. જેમાં સત્તાપક્ષના પ્રમુખ તથા વપિક્ષી સભ્યોએ એકમત બની તાલુકા વિકાસ અધિકારી એ.જે.સોલંકી પાસેથી લેખિત માહિતી માગી હતી. જે અંગે તાલુકા વિકાસ અધિકારી એ.જે.સોલંકીએ માહિતી ન હોવાનું જણાવ્યુ હતું.