તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાદળછાયા માહોલમાં થયા અમીછાંટણાં

વાદળછાયા માહોલમાં થયા અમીછાંટણાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢી માસને શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફરી ચોમાસુ માહોલ બંધાતાં કચ્છીઓને આશા જાગી છે. આજે સર્વત્ર કચ્છમાં વાદળાઓ બંધાયાં હતાં, પણ ક્યાંય નોંધનીય હાજરી ન પૂરાવતાં ભુજ, ગાંધીધામ, રાપર, ભચાઉ અને અંજારમાં ઝરમરિયા રહ્યા હતા. બીજી બાજુ બફારો વધ્યો હતો, તો સૂર્યનારાયણ નહોતાં ગરમી વર્તાઇ ન હતી. કંડલામાં મહત્તમ તાપમાન ૩૪.૧ ડિગ્રી નોંધાતાં રાજ્યમાં સૌથી પહેલા ક્રમે રહ્યું હતું.
ગઇકાલ બુધવારની રાત્રિએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો હતો, ત્યારે ગુરુવારે કચ્છમાં જોરદાર મેઘમાહોલ રહ્યો હતો, પણ ક્યાંય આ બંધાયેલાં વાદળાં ન વરસતાં લોકો નિરાશ થયા હતા. બીજી બાજુ પૂર્વ કચ્છના રાપર, ભચાઉ તેમજ અંજારમાં દિવસભરના વાદળછાયાં વાતાવરણ વચ્ચે છુટાછવાયા છાંટા પડયા હતા, જેને પરિણામે માર્ગો જ ભીના થયા હતા. અન્યત્ર સમગ્ર જિલ્લામાં મેઘાડંબર બની રહ્યો હતો. ભચાઉમાં સવારે હળવા છાંટા વરસ્યા હતા, તો સાંજે થોડા જોર સાથે પાણી વરસતાં લોકોને ભારે વરસાદની આશા બંધાઇ હતી.
જિલ્લામથક ભુજમાં સવારથી જ સૂર્યનારાયણ અલોપ રહ્યા હતા, જેને પગલે ગરમી ઓછી વર્તાઇ હતી, પણ ભેજનું પ્રમાણ ૮૦ ટકા આસપાસ રહેતાં દિવસ દરમિયાન બફારો અનુભવાયો હતો. ઠંડા પવન લહેરાતાં લોકોને રાહત તો થઇ હતી, પરંતુ વાદળાઓ ન વરસતાં શહેરવાસીઓ હવે કયારે વરસશે તેવી લાગણી વ્Ûકત કરી
અનુસંધાન પાના નં.૬

રહ્યા છે. આજે મહત્તમ તાપમાન પણ ત્રણથી ચાર ડિગ્રી ગગડી ગયું હતું. ભુજમાં મહત્તમ ૩૧.૮, નલિયામાં ૩૨.૨ અને કંડલામાં ૩૪.૧ ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી હાઇએસ્ટ રહ્યું હતું. હવે કચ્છીઓ વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
ગાંધીધામ-આદપિુરમાં ગુરુવારના સવારથી જ ધાબડિયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરીજનો સવારથી જ હમણા જ મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી આશા માંડીને બેઠા હતા, પરંતુ મેઘરાજાની આશા ઠગારી નીકળી હોય તેમ બપોર સુધી માત્ર વાતાવરણ ગોરંભાયેલું જ રહ્યું હતું. બપોરના બે વાગ્યાના અરસામાં છાંટા શરૂ થયા હતા. બાદમાં બંધ થઇ ગયા હતા. સાંજ સુધી વરસાદી માહોલ રહ્યા બાદ મોડેથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાંની સાથે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

૨૪ કલાકમાં વરસાદ પડશે
દરમિયાન આગામી ૨૪ કલાકમાં કચ્છમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.