તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉત્તરાખંડના અસરગ્રસ્તો માટે ૧૨૦૦ કિટ તૈયાર

ઉત્તરાખંડના અસરગ્રસ્તો માટે ૧૨૦૦ કિટ તૈયાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાખંડના અસરગ્રસ્તોને મદદ કરવા માટે હાલારવાસીઓ દ્વારા ૧૨૦૦ ઉપરાંત કીટ તૈયાર કરવામાં આવી છે જેને ટ્રેઇન દ્વારા રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કુદરતી હોનારને લીધે ઉત્તરાખંડના અસરગ્રસ્તોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની જરૂરીયાત ઉભી થતા તેમની આ જરૂરીયાતને પહોચી વળવા જામનગર જિલ્લાની સ્વૈિચ્છક સંસ્થાઓ, ખાનગી કંપનીઓ તમામ સામાજિક મંડળો, ધાર્મિક મંડળો, વિવિધ વેપારી મંડળો, લાયન્સ કલબ મેઇન, ફેર પ્રાઇસ એસો., પેટ્રોલ પંપ એસો. સહકારી બેન્કો, સહકારી સંસ્થાઓ અને જાહેર જનતાને જિલ્લા કલેકટર નલિન ઉપાધ્યાયે કુદરતી આપતિના વિષમ સંજોગોમાં યથાશકિત યોગદાન આપી આ ઉમદા માનવીય કાર્યમાં સહભાગી થવા ખાસ અપીલ કરી હતી જેના પ્રતિસાદમાં હાલારવાસીઓએ મોકળા અને સહયોગ આપતા અંદાજીત રૂ. ચાર હજારની એક એવી ૧૨૦૦ ઉપરાંત કીટ અસરગ્રસ્તો માટે ટ્રેન દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગર બેડેશ્ર્વર સ્થિત પુરવઠાતંત્રના ગોડાઉનમાં યુવાન કાર્યકરો સાથે જિલ્લા કલેકટરના માર્ગદર્શન તળે જિલ્લા પુરવઠા અધિકારી કેતન જોષી, નાયબ કલેકટર ચેતન ગાંધી, ડઝિાસ્ટર મામલતદાર બિપિન ગુ’ા, ઉપરાંત તમામ તાલુકાના મામલતદારઓએ ખુબજ ટુકા સમયમાં સમગ્ર વ્યવસ્થા પાર પાડી છે. અસરગ્રસ્તોને તાત્કાલિક ઉપયોગમાં આવે તે માટે જીવન જરૂરીયાતની ૩૪ ચીજવસ્તુનો હોમ કીટ સમાવેશ કરાયો છે, જેમાં ધાબળા, સ્ટવ, ચણા, ચોખા, જરૂરી વાસણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોમકીટમાં એકસુત્રતા જાળવવા તેમજ પેકીગમાં પણ કાળજી લેવામાં આવી છે.