તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આંગડીયા પેઢીની ટ્રક લૂંટ કેસમાં બ.કાં.ના હીસ્ટ્રીશીટરોની તપાસ

આંગડીયા પેઢીની ટ્રક લૂંટ કેસમાં બ.કાં.ના હીસ્ટ્રીશીટરોની તપાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા પાસેથી બિનવારસી મળી હોવાથી જિલ્લાભરમાં તપાસનો ધમધમાટ
ભાસ્કર ન્યૂઝ.ડીસા
અમદાવાદના આંગડીયાઓની સોના-ચાંદીનો મુદ્દામાલ ભરેલી ટ્રક બગોદરાથી લૂંટાયા બાદ બનાસકાંઠા જિલ્લામાંથી બિનવારસી મળી આવતાં લૂંટમાં બનાસકાંઠાની કોઇ ગેંગ કે અન્ય શખ્સોનો હાથ હોવાની શંકાએ જિલ્લાના હીસ્ટ્રીશીટરો અને ગુનેગારોની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
અમદાવાદથી રાજકોટ જતી આંગડીયા પેઢીઓની ટ્રક સોમવારે મધરાતે બગોદરા-બાવળા વચ્ચેથી લૂંટાઇ હતી. જે ટ્રક મંગળવારે સવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા હાઇ-વે પર ભોયણ ગામ નજીકથી બિનવારસી મળી આવી હતી. ટ્રકમાં અંદાજે દસેક આંગડીયા પેઢીઓનો રૂ. ૧૫ થી ૧૭ કરોડનો માલ ભરેલો હતો પરંતુ લૂંટારાઓ અન્ય વાહનમાં માલ સગેવગે કરી ગયા હતા. પરંતુ તેમ છતાં રૂ. ૧.૮૦ કરોડનો મુદ્દામાલ ટ્રકમાંથી મળી આવ્યો હતો.
ટ્રક બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવી હોવાથી લૂંટમાં બનાસકાંઠાની કોઇ ગેંગ સંડોવાયેલી હોવાની શકયતાના આધારે અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમો પણ તપાસમાં જોડાઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ‘જિલ્લાના હીસ્ટ્રીશીટરો અગાઉ આ પ્રકારની લૂંટમાં સંડોવાયેલા શખ્સોની પૂછપરછ તેમજ લૂંટ સમય દરમિયાન તેમની હાજરી ક્યાં હતી તેની તપાસ હાથ ધરાઇ છે તેમજ તેમના મોબાઇલની કોલ ડીટેઇલ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’