• Gujarati News
  • વાઘપુરના ગુમ થયેલા યુવાન અંગે અપહરણની ફરિયાદ નોંધાઇ

વાઘપુરના ગુમ થયેલા યુવાન અંગે અપહરણની ફરિયાદ નોંધાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુસડીયા ગામે પત્નીને તેડવા ગયો હતો
ભાસ્કર ન્યૂઝ.શામળાજી
શામળાજી નજીક આવેલા વાઘપુર ગામનો એક યુવાન ગત તા.૮ એપ્રિલે પત્નીને તેડવા માટે લુસડીયા ગામે ગયો હતો. દરમિયાન યુવાન એકાએક ગુમ થઇ જતા તેના પરિવારજનોએ શામળાજી પોલીસમાં જાણ કરી હતી. જે અધારે પોલીસે યુવાન ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ યુવાનનું અપહરણ કરાયુ હોવાનું પોલીસને જણાતા મંગળવારે લુસડીયાના ત્રણ શખ્સો સામે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વાઘપુર ગામે રહેતો જેવિયરભાઇ ગત તા.૮ મી એપ્રિલે પત્નીને તેડવા માટે લુસડીયા ગામે ગયો હતો. આ પત્નીને તેડવા ગયેલો યુવાન એકાએક ગુમ થઇ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને આ અંગે શામળાજી પોલીસને જાણ કરી હતી. જે અધારે પોલીસે જાણવાજોગ ગુનો દાલખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન તપાસ કરી રહેલી પોલીસને યુવાનનું અપહરણ કરાયુ હોવાનું જણાતા મંગળવારે અપહરણ કરાયેલા યુવાનના પિતા સિલાસભાઇ ધનજીભાઇ ખરાડીની ફરિયાદને આધારે લુસડીયાના સૂર્યકાન્તભાઇ લોરેન્સભાઇ પિપાવન્સી, મુકેશભાઇ બચુભાઇ સુવેરા તેમજ સુરેશભાઇ દાનજીભાઇ સુવેરા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. એમ.ડી.ચંદ્રાવાડીયા કરી રહ્યા છે.