તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વલસાડીમાં યુવાનની હત્યા મામલે ચડોતરૂ

વલસાડીમાં યુવાનની હત્યા મામલે ચડોતરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકના પરિવારજનોએ ત્રણ દિવસથી લાશને હાંબરવા ફળીના આંબાના ઝાડ નીચે મૂકી રાખી: પોલીસે કરેલા સમાધાનના પ્રયાસ નિષ્ફળ
ભાસ્કર ન્યૂઝ.પોશીના
રાજસ્થાનના કોરીયા ગામનો યુવક ખેડબ્રહ્ના તાલુકાના પોશીના નજીક વલસાડી ગામમાં પત્નીને લેવા માટે ગયો હતો. પરંતુ સસરાને ઘેર જતા પહેલા સોમવારે રાત્રે તેનું ર«સ્યમય મોત નીપજયુ હતું. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પણ હત્યાનો ભેદ ઉકેલાયો ન હતો. તેમજ હત્યારા અંગે કોઇ માહિતી મળી ન હતી. જેથી મૃતકના પરિવારજનોએ ત્રણ દિવસથી લાશને હાંબરવા ફળીના આંબાના ઝાડ નીચે મૂકી રાખી હતી. દરમિયાન વલસાડી ગામના લોકોએ યુવાનની હત્યા કરી હોવાનો શક રાખી કોરીયા (રાજ.) ગામના લોકોએ હથિયારો સાથે મંગળવારે સાંજે વલસાડી ગામ પર ચડોતરૂ કર્યુ હતું. જેના કારણે ૧૫ થી વધુ મકાનોને નુકશાન કરી ઘરવખરી અને ખેતીના સાધનોની લંૂટ ચલાવી હતી. પરિણામે કેટલાક લોકો ગામ છોડી ચાલ્યા ગયા હતા. પોલીસને દરમિયાનગીરી કરવા છતાં કઇ પરિણામ મળ્યું નથી.
આ અંગેની વગિત એવી છે કે પોશીના નજીકના વલસાડી ગામના હાંબરવા ફળીમાં રહેતા લાડુભાઇ ધીરાભાઇ બુબડિયાની બહેન દેવલીબેન (ઉ.વ.૩૫) નું લગ્ન રાજસ્થાનના કોરીયા ગામના મણાભાઇ ધનાભાઇ ખેર (ઉ.વ.૪૫) સાથે ૧૭ વર્ષ પહેલા કર્યુ હતું. દામપત્ય જીવનમાં તેમને છ સંતાનો છે. દરમિયાન દેવલીબેન પિયર વલસાડી પિતાને ઘેર આવી હતી. જેથી સોમવારે પત્ની લેવા માટે યુવક સસરાને ઘેર જવા નીકળ્યો હતો. પરંતુ સસરાના પહોંચ્યા પહેલા જ હાંબરવા ફળીની સીમમાં આંબાના ઝાડ નીચે ર«સ્યમય મોત નપિજયુ હતું.
આ અંગે મૃતકના સાળા લાડુભાઇએ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ મોત અંગે હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી. દરમિયાન રાજસ્થાનના કોરીયા ગામના કેટલાક લોકોએ શંકાના આધારે વલસાડી ગામે ચડોતરૂ કરવાના હોવાની માહિતી પોલીસને મળતા મંગળવારે વલસાડીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઉપરાંત બંને ગામના સમાજના અગ્રણી (પંચો) દ્વારા સમાધાનનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
બીજી તરફ મંગળવારે મોડી સાંજે કોરીયા ગામના લોકો બંદૂક, તીરકામઠાં, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારોથી સજજ થઇ વલસાડી ગામે ચડોતરૂ કર્યુ હતું.