તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જૂનામાંકાના યુવાનને મોતને ઘાટ ઉતારનાર એક શખ્સ ઝડપાયો

જૂનામાંકાના યુવાનને મોતને ઘાટ ઉતારનાર એક શખ્સ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સમી
હારજિ ખાતે શાકભાજીની દુકાનમાં નોકરી કરતાં જૂનામાંકા ગામના યુવાનને દોઢ મહિના અગાઉ ત્રણ શખ્સોએ મારૂતિવાનમાં અપહરણ કરી ઢોરમાર મારી બેભાન અવસ્થામાં તેના જ ગામની ભાગોળે છોડી ગયા હતા અને યુવાનને સરકારી રેફરલ હોસ્પિટલ લાવતાં જ મોત નીપજયું હતું. જે બનાવમાં સંડોવાયેલ શખ્સો ચાણસ્માથી બાઇક પર આવી રહ્યાંની બાતમી મળતાં હારીજ હાઇવેની ચિંતન સોસાયટી આગળથી પોલીસે શખ્સને ઝડપી પાડી જેલને હવાલે કર્યો હતો.
હારજિ તાલુકાના જૂનામાંકા ગામનો યુવાન ઠાકોર મનુજી ડાહ્યાજી (૩૦) હારજિ ખાતે શાકભાજીની દુકાનમાં નોકરી કરી ઘર પરિવારને મદદરૂપ થતો હતો. જેને ૭ મેના રોજ ત્રણ શખ્સો દ્વારા મારૂતિ વાનમાં બેસાડી અપહરણ કરી ભગાડી ગયા હતા અને લાકડી, ધોકાનો માર મારી જૂના માંકા ગામની ભાગોળે પાણીની ટાંકી પાસે બેભાન અવસ્થામાં ફેંકીને ભાગી ગયા હતા. જેની કુટુંબીજનોને ખબર પડતાં તેને સરકારી રેફરલ ખાતે લઇ જતાં રસ્તામાં યુવાનનું મોત નીપજયું હતું. યુવાનના અપહરણ સમયે તેના સગા સબંધી એક આરોપીને ઓળખી ગયા હતા. જેના આધારે મૃતક યુવાનના ભાઇ ઠાકોર રમેશભાઇ ડાહ્યાભાઇએ આરોપી ઠાકોર ડી.કે. ઉફેઁ દયાજી ઉફેઁ દલપતજી કાન્તીજી રહે. ગણેશપુરા તા. હારીજ અને અન્ય બે આરોપી વિરુદ્ધ હારીજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જે ઘટનાને બે માસ જેટલો સમય થવા આવ્યો છે ત્યાં હારીજ પીએસઆઇ ભાવિનભાઇ સુથાર અને પોલીસ સ્ટાફે દ્વારા ચિંતન સોસાયટી નજીક જમણપુર ત્રણ રસ્તા પાસે દલપતજી કાન્તીજી ઠાકોરને બુધવારે પકડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
હારજિ પીએસઆઇ ભાવિનભાઇ સુથારના જણાવ્યા મુજબ, આરોપીને ગુરુવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે અને અન્ય બે આરોપીઓની પૂછપરછ કરી બીજા પણ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.