• Gujarati News
  • શહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં સાત શકુનિ પકડાયાં

શહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં સાત શકુનિ પકડાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે રૂ. ૪૧ હજારની રોકડ સાથે જુગારીઓને ઝડપી લીધા
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેરમાં મંગળવારે મોડી રાત્રે લીમડીના પાડામાં ખૂલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે બાતમી આધારે છાપો મારીને તીનપત્તીનો જુગાર રમતાં સાત શકુનિઓને રૂ. ૪૧ હજારની રોકડ સાથે પકડી પાડ્યા હતા.
શહેરના લીમડીના પાડામાં જુગારની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાથી એ ડિવઝિન પોલીસને બાતમી મળતાં પીએસઆઇ કે.વી.સેનમાએ તેમની ટીમ સાથે બાતમીને આધારે રેડ કરી તીનપત્તીનો જુગાર રમતાં શહેરના જ સાત જુગારીઓને ઝડપી લઇ રૂ. ૪૧ હજારની રોકડ અને છ મોબાઇલ મળી કુલ રૂ. ૪૫૦૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમની સામે શહેર એ ડિવઝિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.