• Gujarati News
  • જિલ્લામાં આધારકાર્ડના ૩૩ સેન્ટરો બંધ

જિલ્લામાં આધારકાર્ડના ૩૩ સેન્ટરો બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી આધારકાર્ડ નોંધણી માટેના ૩૩ જેટલા સેન્ટરો કર્મચારીઓના પગારના પ્રશ્ને બંધ કરી દેતાં આધારકાર્ડની નોંધણી માટે આવતાં અરજદારોને સેન્ટરો પરથી ધરમધક્કા ખાઇને પરત જવું પડે છે. જોકે, આ મામલામાં તંત્ર દ્વારા એજન્સીને નોટીસ ફટકારી સરકારમાં પણ જાણ કરવામાં આવી છે.જેને પગલે ગુરુવારથી આધારકાર્ડની કામગીરી ફરીથી શરૂ થઇ જવાની શકયતા તંત્રએ દર્શાવી હતી.
પાટણ જિલ્લામાં આધારકાર્ડની નોંધણી કરવા માટે સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, પાટણ, સમી, રાધનપુર, સાંતલપુર તાલુકામાં ૩૩ જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે. આ સેન્ટરો પર આધારકાર્ડની નોંધણી પ્રક્રિયા કરવા માટે ૮૦ જેટલી કીટ્સો મૂકવામાં આવી છે. આ તમામ સેન્ટરો પર અઠવાડીયામાં ૧૦૦૦થી વધુ આધાર કાર્ડની નોંધણી થાય છે. નોંધણીની પ્રક્રિયા માટે ભારત સરકારે ઇસેન્ટ્રીક સોલ્યુસન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. ૮૦ જેટલા ઓપરેટરો અને ૩૩ સુપરવાઇઝરો મળી કુલ ૧૧૩ જેટલા કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યાં છે. પરંતુ એજન્સીએ છેલ્લા બે માસથી કર્મચારીઓને પગાર આપ્યો ન હોવાથી તમામ ૩૩ સેન્ટરોના કર્મચારીએ છેલ્લા ત્રણ દિવસથી એકાએક સેન્ટરો બંધ કરી દેતાં જિલ્લામાં આધારકાર્ડ નોંધણીની કામગીરી ઠપ થઇ ગઇ છે.
કર્મચારીઓનો પગાર થયો ન હોવાથી સેન્ટરો બંધ કરાયા
ડસ્ટિ્રીકટ કો. ઓિર્ડનેટર દપિકભાઇ દવેએ જણાવ્યું હતું કે, કંપનીએ પગાર આપ્યો ન હોવાથી કર્મચારીઓએ કામગીરી બંધ કરી દીધી હતી. જોકે, કંપની દ્વારા તાત્કાલીક પગારની ચૂકવણી શરૂ કરી દીધી છે અને ચાણસ્મામાં સેન્ટર શરૂ થઇ ગયું છે.
સેન્ટરના દરવાજા પર ટેકીનકલ કારણ દર્શાવાયું
પાટણ જિલ્લા પંચાયત ખાતે આધારકાર્ડ નોંધણી માટેનું સેન્ટર આવેલું છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સેન્ટરના દરવાજા પર ટેકનિકલ કારણથી સેન્ટર બંધ હોવાનું સ્ટીકર લગાવવામાં આવ્યું છે.
કંપનીએ તાબડતોડ એક માસનો પગાર કરવો પડ્યો
કર્મચારીઓએ એકાએક નોંધણીની કામગીરી બંધ કરી સેન્ટરો બંધ કરી દેતાં કંપનીના માણસોને કર્મચારીઓનો પગાર કરવા માટે તાત્કાલીક દોડવું પડયું હતું. એક માસનો પગાર આપવાનું શરૂ કરાતાં ગુરુવારથી નોંધણીની કામગીરી શરૂ થાય તેવી શકયતાઓ છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
એક વર્ષમાં ૨.૬૪ લાખ આધારકાર્ડની નોંધણી
પાટણ ખાતે આધારકાર્ડની કામગીરી કરતાં કુરેશીભાઇએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં ૨૦૧૨ના મે માસથી ૨૦૧૩ના જૂન માસ સુધીમા ૨૬૪૫૩૨ અરજદારોએ આધાર કાર્ડ માટે નોંધણી કરાવી છે. જૂન માસમાં ૧૮ હજાર આસપાસ નોંધણી થઇ હતી.