તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડીસામાં જવેલર્સની દુકાનમાં ચોરી કરતો ગઠીયો ઈઈરહ કેમેરામાં આબાદ પકડાયો

ડીસામાં જવેલર્સની દુકાનમાં ચોરી કરતો ગઠીયો ઈઈરહ કેમેરામાં આબાદ પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાહક બનીને આવેલો ગઠીયો રૂ.૧ લાખની જર્વેલરી સેરવી પલાયન : ડીસા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસાના ફુવારા વિસ્તારમાં આવેલા એક જવેલર્સની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના ઉઠાવી જનાર ગઠીયો સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઇ ગયો છે. ગઠીયા ðારા આ જવેલર્સમાંથી રૂ. એક લાખ ઉપરાંતની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે.
ડીસાના ફુવારા નજીક જાગૃતિ કોમ્પલેક્ષમાં આવેલ મહાલક્ષ્મી જવેલર્સમાં સાંજના સુમારે એક શખ્સે આવી સોના-ચાંદીના દાગીના ખરીદવાની તૈયારી દર્શાવતાં જવેલર્સના માલિક મુકેશભાઇ માળીએ તેને વિવિધ આકારના દાગીના બતાવાનું શરૂ કર્યું હતું. જેથી તેણે સોનાની વીંટીઓ માંગતાં મુકેશભાઇ માળી અંદર વીંટીઓ લેવા ગયા હતા. આ દરમિયાન ગઠીયાએ નજર ચૂકવી ૬૦૦ ગ્રામ જેટલી ચાંદીની વિવિધ આઇટમો તેમજ ૩૦ ગ્રામ સોનાની વીંટીઓ સેરવી લઇ છુપાવી દીધી હતી. ત્યારબાદ ગઠીયો કંઇ પણ લીધા વગર શો-રૂમની બહાર નીકળી ગયો હતો. જેથી શો-રૂમના માલિક મુકેશભાઇ માળીએ તેની શોધખોળ કરતાં તે મળી ન આવતાં ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગઠીયાના તમામ કરતુતો શો-રૂમમાં લગાવેલા સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થયેલા હોઇ દુકાનદારે સી.સી. ટી.વી.ના ફૂટેજ પોલીસને સોંપતાં પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગઠીયાના ધોળે દિવસે હાથફેરાથી અન્ય જવેલર્સોમાં ફફડાટ વ્યાપ્યો છે.