તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મધરાત્રે પથ્થરમારો કરી તસ્કરોએ દેકારો મચાવ્યો

મધરાત્રે પથ્થરમારો કરી તસ્કરોએ દેકારો મચાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની બાલાજી બંગ્લોઝ સોસાયટીના રહીશોમાં ફફડાટ : પૂર્વ પોલીસ મથકના કર્મચારીએ ઉદ્ધત જવાબો આપ્યાના આક્ષેપ
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુર-ડીસા હાઇવે નજીક આવેલી બાલાજી બંગ્લોઝ સોસાયટીમાં મંગળવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ સ્થાનિક રહીશો ઉપર પથ્થરમારો કરતાં દેકારો મચી જવા પામ્યો હતો. જો કે, પોલીસ આવે તે પહેલાં છ જેટલા શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાક્રમને પગલે રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો છે.
પાલનપુર-ડીસા હાઇવે નજીક બાલાજી બંગ્લોઝ સોસાયટી આવેલી છે. જયાં ૪૫ મકાનોમાં રહેતા રહીશો મંગળવારે મધરાત્રે મીઠી નિંદર માણી રહ્યા હતા. ત્યારે છ જેટલા શખ્સો સોસાયટીના છેવાડાના મકાન આગળ ચોરી કરવાના ઇરાદે આવી ચઢયા હતા. જો કે એક મહિલા તેમને જોઇ ગયા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. આથી તમામે ચોર...ચોર... ની બૂમો પાડતાં આજુબાજુના રહીશો પણ જાગી ગયા હતા અને મકાનની બહાર નિકળી અજાણ્યા શખ્સો તરફ ગયા હતા તે સમયે આ શખ્સોએ તેમની પાસે રહેલા પથ્થરોનો મારો ચલાવતાં રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી. જે દરમિયાન જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરાતાં લગભગ અડધો કલાક બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ અજાણ્યા શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાજી બંગ્લોઝ સોસાયટી હાઇવેથી નજીક આવેલી છે. જેની પાછળના ભાગે ખુલ્લી જમીન પડેલી હોવાથી તસ્કરો નાસી છુટવામાં સફળ રહે છે. ત્યારે રાત્રે પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવું રહીશો ઇચ્છી રહ્યા છે. દરમિયાન મંગળવાર રાત્રિની ઘટનાથી સ્થાનિક રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો છે.