• Gujarati News
  • મેઘરાજાને રીઝવવા આજે અંબાજી બંધ

મેઘરાજાને રીઝવવા આજે અંબાજી બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનો વન ભોજન કરશે : બુધવારે મોડીસાંજે વરસાદી ઝાપટા પડ્યા
ભાસ્કર ન્યૂઝ.અંબાજી
રૂઠેલા મેઘરાજાને રીઝવવા માટે આજે અંબાજીવાસીઓ બંધ પાળશે. જયાં તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે અને અંબાજીનગર બહાર જઇને વન ભોજન કરશે. જો કે બુધવારે મોડીસાંજે વરસાદી ઝાપડું અંબાજી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસ્યું હતું.
અંબાજી વિસ્તારમાં મેઘરાજાએ એકવાર એન્ટ્રી દિધા બાદ જાણે રિસામણું કર્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. કિસાન વર્ગ સહિત પ્રજાજનોમાં પણ ચિંતાના વાદળો ઘેરાઇ જવા પામ્યા છે. ત્યારે રૂઠેલા મેઘરાજાને રીઝવવા માટે અંબાજી નગરજનો સહિત વેપારીઓ દ્વારા આજે ગુરુવારે બંધ રાખવાની જાહેરાત કરી છે.