તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખોખરાની પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી યોજના ડચકા ખાય છે

ખોખરાની પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી યોજના ડચકા ખાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વજિયનગર
વજિયનગર તાલુકાના ખોખરા ગામે એમ.એન.પી. ટ્રાયાબલ યોજના હેઠળ પાણી પુરવઠા બોર્ડ દ્વારા અમલી કરાયેલી પાણી યોજના હાલ ડચકા ખાઇ રહી છે. જેના માટે બનાવાયેલા સ્ટેન્ડ પોસ્ટ શોભાના ગાંઠીયા રૂપ બની ગયા છે. ખોખરા ગામના મગનભાઇ ખતાતના જણાવ્યા અનુસાર, ગામની પ્રજાને પીવાના પાણી ઘેર બેઠા મળી રહે તેવા આશયથી સરકાર દ્વારા પાણી પુરવઠા બોર્ડ દ્વારા એમ.એન.પી. ટ્રા.યો. પાણી પુરવઠા યોજના અમલી બનાવી હતી. પરંતુ વર્ષ ૨૦૧૦-૧૧માં પાઇપલાઇનથી પાણી આપવાની આ યોજના હાલ અધ્ધરતાલ છે. જેના સ્ટેન્ડ પોસ્ટ હાલ શોભાના ગાંઠીયા સમાન ભાસી રહ્યા છે. જેના કારણે ભર ચોમાસે લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા હોઇ પાણી પુરવઠા બોર્ડ સત્વરે આ યોજના હેઠળ પીવાનું પાણી પહોંચાડવા કાર્યવાહી હાથ ધરે તેવી પ્રબળ માગણી ઉઠી છે.
પ્રાંતજિ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો
પ્રાંતજિ &પ્રાંતજિ મામલતદાર અંબાલાલ પ્રજાપતિ વય નિવૃત થતાં મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા મંગળવારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રાંત અધિકારી આશાબેન શાહ તેમજ તાલુકા વિકાસ અધિકારી ડી.વી.મકવાણા, પી.આઇ. એમ.ડી.જાડેજાની હાજરીમાં મામલતદાર અંબાલાલ પ્રજાપતિને શુભેચ્છા પાઠવી વિદાય અપાઇ હતી. આ પ્રસંગે શિરસ્તેદાર શ્રીમાળી તેમજ નાયબ મામલતદારો સહિત શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએથી અગ્રણીઓએ હાજરી આપી હતી.તસ્વીર : મહેન્દ્રસિંહ રાઠોડ
તાલુકા તથા શહેર સમિતિની મીટીંગ યોજાઇ
હિઁમતનગર & સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાયૉલય ખાતે મંગળવારે હિઁમતનગર તાલુકા તથા શહેર સમિતિની માસિક મીટિંગ યોજાઇ હતી. જેમાં હિઁમતનગર તાલુકામાં કોંગ્રેસના સંગઠન મજબૂત કરવા માટે ગ્રામ સમિતિઓની રચના કરવા દરેક ગામમાં બુથ દીઠ ૨૦ સભ્યો નોંધવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. મીટિંગમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ હાજર રહી કાર્યકરોએ કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યુ. સરપંચ એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રસિંહજી રાઠોડે પણ કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. મીટિંગમાં જિલ્લા પંચાયત સદસ્ય કાંતીલાલ પરમાર સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડાહ્યાભાઇ પટેલ ઉપપ્રમુખ અશોકભાઇ પટેલે વિશેષ ઉપસ્થિત રહીને સંગઠન અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
સૈનિક શાળામાં નોલેજ સોસાયટીની મિટગિ યોજાઇ
શામળાજી & સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોની ગુજરાત નોલેજ સોસાયટીની માહિતી આપવા અંગે એક મીટિંગનું આયોજન શામળાજી પાસેની ખેરંચા સૈનિક શાળામાં તાજેતરમાં કરાયુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી જયોતિબેન સોલંકી તેમજ તમામ ઇ.ડી.આઇ.ઇ.આઇ તથા નોડેલ કન્વીનરો અને આચાર્ય સંઘના પ્રમુખ, મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા ૧૬૦ પ્રકારના સાંમપ્રત અને સમયને અનુરૂપ વિવિધ કૌશલ્ય ધરાવતા કોર્ષ અંગેની માહિતી અપાઇ હતી. તસ્વીર : વિપુલ રણા
જિલ્લા સહકારીસંઘની ૬૩ મી સાધારણ સભા મળી
હિઁમતનગર & સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘની ૩૬ મી વાર્ષિક સાધારણ સભા હિઁમતનગર મુકામે તાજેતરમાં સંઘના અધ્યક્ષ અંબાલાલ ઉપાધ્યાયના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં પ્રમુખે ઉપસ્થિત સભાસદોને સહકારી પ્રવૃતિના સંચાલન અને વિકાસમાં સમર્પિત રહી યોગદાન આપી સહકારી શિક્ષણ અને તાલીમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં સહકારી પ્રવૃતિના વિકાસ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. શરૂઆતમાં સંઘના એકઝીકયુટીવ ઓફીસર ગોપાલભાઇએ સંઘની માહિતી આપી હતી. સભામાં જિલ્લા ખ.વે.સંઘના ચેરમેન ખેમાભાઇ પટેલ, સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલ, સંધ માનદ્ મંત્રી ધુળાભાઇ પટેલ તથા સંઘના ડિરેકટરો તથા સભાસદો હાજર રહ્યા હતા.