• Gujarati News
  • ધો ૧૧માં પ્રવેશથી વંચિત છાત્રો માટે બીજી મેરીટ યાદી પ્રસિધ્ધ કરાશે

ધો-૧૧માં પ્રવેશથી વંચિત છાત્રો માટે બીજી મેરીટ યાદી પ્રસિધ્ધ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા વર્ગોની મંજુરી આપી તમામ વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અપાશે : વર્ગ દીઠ વધુ ૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે : જિલ્લા શિક્ષણાધિકારી
ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના મયૉદીત વર્ગોની સંખ્યાને કારણે ધોરણ-૧૦ ના પરિણામ બાદ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવાની વિકટ સમસ્યા ઉભી થઇ છે. ત્યારે નવા વર્ગોની મંજુરી આપી તમામ વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવશે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં ધોરણ-૧૦ના પરિણામ બાદ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટેની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને શાળાઓ દ્વારા પ્રથમ મેરીટ યાદી પ્રસિધ્ધ કરી ઊંચી ટકાવારી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપ્યો છે, તેમ છતાં હજુ પણ એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં એડમીશન મેળવવાથી વંચિત બન્યા છે.
આ અંગે કેટલાક વાલીઓએ જણાવ્યુ હતું કે ધોરણ-૧૦ ના પરિણામ જાહેર થયા બાદધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહની શાળામાં વર્ગોની સંખ્યા મયૉદીત હોવાથી ચાલુ વર્ષે ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશનો પ્ર®ન પેચીદો બન્યો છે. જિલ્લામાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળ્યો નથી. શાળા સંચાલકો પ્રથમ મેરીટ યાદી પ્રસિધ્ધ કરી દીધા બાદ આખરી મેરીટ યાદી કયારે બહાર પાડશે તેની રાહ જોઇને બેસી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.