તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધનસુરાના માધાની મુવાડી ગામે દુષિત પાણીથી રોગચાળો વકર્યો

ધનસુરાના માધાની મુવાડી ગામે દુષિત પાણીથી રોગચાળો વકર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાડા ઉલટીની અસરમાં ચાર મહિલાઓ દવાખાને ખસેડાઈ
ભાસ્કર ન્યૂઝ.ધનસુરા
ધનસુરા તાલુકાના માધાની મુવાડી ગામે પીવાના પાણીની પાઈપ લાઈન તુટી જતાં દૂષિત થયેલા પાણીથી ઝાડા ઉલટીના રોગચાળામાં ગામની ચાર મહિલાઓ સપડાતાં ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો. જ્યારે આરોગ્યની ટીમે ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી.
માધાની મુવાડી ગામે પીવાના પાણીની પાઈપ લાઈન તુટી જતાં ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે મશિ્રીત થતાં ગ્રામજનો ઝાડા ઉલટીના રોગમાં સપડાયા હતા. દૂષિત પાણીના કારણે ગામના કાળીબેન ઈશ્ર્વરભાઈ દેસાઈ, સોમીબેન રણછોડભાઈ દેસાઈ, આશાબેન વીરમભાઈ દેસાઈ તથા કાળીબેન વીરમભાઈ દેસાઈ ઝાડા ઉલટીમાં સપડાતાં બાયડ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગ્રામજનો દ્વારા દૂષિત પાણીની સમસ્યા અંગે આરોગ્ય વિભાગને જાણ કરાતાં આકરૂન્દથી આરોગ્ય ખાતાની ટીમ ગામમાં આવી પહોંચી હતી. અને સર્વેની કામગીરી હાથ ધરી તુટેલી પાઈપ લાઈન રીપેર કરાવવા પંચાયતને સૂચના આપવામાં આવી હતી.