તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉદલપુર નજીકથી ~૨.૬૩ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ઉદલપુર નજીકથી ~૨.૬૩ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રથયાત્રા પૂર્વે જ આર આરસેલે બે ગાડીમાંથી ૧૧૧૮ બોટલ કબજે લઇ બે શખ્સની અટકાયત કરી પાંચ શખ્સ સામે ગુનો નોંધ્યો
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
ગાંધીનગર આર.આર.સેલે બાતમીને આધારે બુધવારે વિસનગરના ઉદલપુર નજીકથી સ્કોર્પીયો ગાડી તેમજ સેન્ટ્રો ગાડીમાંથી ૨.૬૩ લાખની ૧૧૧૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ બંને ચાલકોની અટકાયત કરી પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છેકે પોલીસે દારૂની ગાડીઓ રોકવાનો પ્રયાસ કરતાં બંને ચાલકોએ ગાડી ઉદલપુર બાજુ ભગાડી મુકી હતી.પરંતુ પોલીસે કરેલી નાકાબંધી દરમિયાન બંને ઝડપાઈ ગયા હતા.
ગાંધીનગર આર.આર.સેલના હે.કો. જગદીશસિંહ રજુજી, પોકો મહેન્દ્રકુમાર કાનજીભાઇ, રાજેન્દ્રસિંહ તેમજ ઘનશ્યામસિંહ સહિતનો સ્ટાફ રથયાત્રાના તહેવાર નિમિત્તે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બુધવારે મહેસાણા નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા જયાં તેમને વિદેશી દારૂ ભરેલ ગાડીઓ ખેરવાથી ઉદલપુર જઇ વિસનગર નીકળનાર છે તેવી બાતમી મળતાં તેમણે ઉદલપુર નજીક વોચ ગોઠવી હતી.જયાં સ્કોર્પીયો ગાડી નં. જી.જે.૧૨.એ.કે.૨૬૬૨ અને સેન્ટ્રો ગાડી નં. જી.જે.૨૪.એ.૪૧૯૦ આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતાં બંને ગાડીના ચાલકોએ ગાડીઓ ઉભી નહી રાખી ઉદલપુર તરફ ભગાવી દીધી હતી જયાં આગળ નાકાબંધી કરેલ પોલીસે બંને ગાડીઓ સાથે ચાલકોને ઝડપી લીધા હતા.જયાં પોલીસે ગાડીઓની તલાશી લેતાં સ્કોર્પીયો ગાડીમાંથી ૫૨ પેટી(૭૯૬ બોટલ) અને સેન્ટ્રો ગાડીમાંથી ૨૧ પેટી(૩૨૬) બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે ૨.૬૩,૮૦૦ના વિદેશી દારૂ સાથે ગાડીઓ મળી કુલ ૮.૧૮ લાખનો મુદ્દામાલ કબજે લઇ આ બનાવ અંગે પોલીસે બે અલગ અલગ ગુનાઓ દાખલ કરી ચૌહાણ સમ્રાટસિંહ પરબતસિંહ રહે. સુવર્ણવિલા, વિસનગર, પટેલ આશિષકુમાર ફલજીભાઇ રહે. રાજેશ્રી કોલોની, વિસનગર, ઠાકોર ભગાજી, પટેલ દ®úન તેમજ ઇરફાન નામના શખ્સ સહિત પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માલ વિસનગરમાં આપવાનો હતો
આર.આર.સેલે ઝડપેલ સ્કોર્પીયો ગાડીના ચાલક ચૌહાણ સમ્રાટસિંહ પરબતસિંહે પોલીસ સમક્ષ આ દારૂ મહેસાણા વોટરપાર્ક નજીક ભગાજી ઠાકોર નામના શખ્સની ઓળખાણથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું જેમાં ૫૨ પેટી દારૂમાંથી ૧૦ પેટી કાંસા ચોકડી નજીક રહેતા દર્શન પટેલને, ૩૦ પેટી તાલુકાના ભાલક ગામમાં રહેતા ઇરફાનને તેમજ ૧૦ પેટી સદુથલા ગામના પટેલ નામથી ઓળખાતા શખ્સને આપવાનું જણાવતાં પોલીસે તમામ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ સેન્ટ્રો ગાડીમાંથી ઝડપાયેલ ચાલક આશિષકુમાર ફલજીભાઇ પટેલે પોલીસ સમક્ષ ગાડીમાં રહેલ ૩૨૬ બોટલ વિદેશી દારૂ મહેસાણા વોટરપાર્ક નજીક ભગાજી ઠાકોર પાસેથી લાવ્યા હોવાનું તેમજ સમ્રાટસિંહ પરબતસિંહ સાથે બંને વેપાર કરવાના હોવાનું જણાવ્યું હતું.