તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શિક્ષકે પત્ની અને બાળકોને તરછોડી શિક્ષિકા સાળીને ઘરમાં બેસાડી દીધી

શિક્ષકે પત્ની અને બાળકોને તરછોડી શિક્ષિકા સાળીને ઘરમાં બેસાડી દીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
# રાધનપુર તાલુકાની શાળામાં સાથે નોકરી કરતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો # પરિવારની શોધખોળ બાદ બંનેને શિક્ષકના ઘરેથી ઝડપી પોલીસ મથકે લઇ આવ્યા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
શહેરની એક સોસાયટીમાં રહેતા અને રાધનપુર તાલુકાની શાળામાં સાથે નોકરી કરતા પરિણીત શિક્ષકને શિક્ષિકા સાળી સાથે પ્રેમસંબંધ બંધાતાં શિક્ષકે પત્ની અને બાળકોને ઘરમાંથી ખદેડી મૂકી બંને જણા ભાગી ગયા હતા.દરમિયાન બંને પ્રેમીપંખીડા બુધવારે શિક્ષકના ઘરેથી જ ઝડપાતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પિતરાઇ બહેનના પતિ સાથે જ રહેવાની જીદ કરીને બેઠેલી શિક્ષિકાને પોલીસે સમજાવી તેના પરિવાર સાથે મોકલતાં મામલો થાળે પડ્યો હતો.
મહેસાણાના વિસનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા અને અગાઉ રાધનપુર તાલુકાની એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવાનને સાથે નોકરી કરતી અને પત્નીની પિતરાઇ બહેન એવી શિક્ષિકા સાથે પ્રેમ સંબંધ બંધાતાં તેઓએ સાથે જીવવા મરવાના કોલ આપ્યા હતા.શિક્ષકે પ્રેમમાં બાધારૂપ બનતી પત્ની અને બે બાળકો સાથે ઝઘડો કરી ઘરમાંથી તગેડી મૂકયા હતા.
પરિવારને જાણ થતાં શિક્ષિકાની નોકરી છોડાવી
પ્રેમસંબધની પરિવારને ગંધ આવતા શિક્ષિકાના પરિવારે નોકરી છોડાવી તેને ઘરે લઈ ગયા હતા અને બીએડ્નો વધુ અભ્યાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન ગત ૧૯ જુને બીએડ્ની પરીક્ષાનુ પરિણામ લેવા ગયેલી યુવતી પરત ન ફરતાં તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી.જેમાં તે શિક્ષક સાથે ભાગી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન તેણી બુધવારે મહેસાણામાં આવેલા શિક્ષકના ઘરેથી મળી આવતા સમગ્ર મામલો મહેસાણા એ ડિવજિન પોલીસ મથક પહોચ્યો હતો.જોકે પીઆઇ રાકેશ પટેલ તેમજ એએસઆઇ કામભાઇએ બંને પક્ષે કરેલી સમજાવટને અંતે મામલો થાળે પાડી યુવતીના પરિવારે રાહતનો દમ લીધો હતો.
બદનામ થઇ જ છુ ત્યારે પ્રેમી સાથે જ રહીશ
પ્રેમી સાથે પ્રેમસંબધ બાંધી ચુકેલી યુવતીએ પોલીસ મથકમાં પરિવારજનો સામે બુમબરાડા પાડી પરિવાર સાથે જવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.હું સમાજમા બદનામ થઇ ચુકી છુ. મને જેલમા મોકલશો તો હું જેલમા જવા તૈયાર છું તેવી જીદ પકડતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ પોલીસે યુવતીની સમજાવી મામલો શાંત પાડÛો હતો.