તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડીસામાંથી બિનવારસી મળેલી લૂંટાયેલી ટ્રક અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાઇ

ડીસામાંથી બિનવારસી મળેલી લૂંટાયેલી ટ્રક અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરચુરણ સામાનની ગણતરી કરતાં કિંમત વધવાથી કુલ રૂ. ૧.૮૦ કરોડનો મુદ્દામાલ થયો
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસાના ભોયણ ગામ નજીકથી મંગળવારે બિનવારસી મળેલી અમદાવાદના બગોદરાથી લૂંટાયેલી આંગડીયા પેઢીની ટ્રક સહિતનો મુદ્દામાલ બુધવારે ડીસા તાલુકા પોલીસ ðારા અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસને સોંપાયો હતો. બિનવારસી ટ્રકમાંથી મળેલો કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૧.૮૦ કરોડ થવા જાય છે.
અમદાવાદથી રાજકોટ જતી આંગડીયા પેઢીની કરોડો માલ ભરેલી ટ્રકની લૂંટ ચલાવાયા બાદ તે ટ્રક ડીસા-પાલનપુર હાઇ-વે પર ભોયણ ગામ નજીકથી મંગળવારે બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેમાં તપાસ કરાતાં સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય વસ્તુઓ અને ટ્રક મળી કુલ રૂ. ૧.૬૦ કરોડનો મુદ્દામાલ મળ્યો હતો. આ અંગેનો ગુનો અમદાવાદ ગ્રામ્ય પોલીસના બગોદરા પોલીસમાં નોંધાયો હોઇ આ કેસની તપાસ કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ ડીસા દોડી આવ્યા હતા.
જેથી બુધવારે ડીસાથી મળેલો તમામ માલ-સામાનની ફરીથી ગણતરી કરતાં કુલ રૂ. ૧.૮૦ કરોડનો મુદ્દામાલ મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે ડીસા તાલુકા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી તમામ મુદ્દામાલ અને ટ્રક અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાયો હતો.