તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇડરના રાણી તળાવની પાળેથી વૃદ્ધાની લાશ મળી

ઇડરના રાણી તળાવની પાળેથી વૃદ્ધાની લાશ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેપ્યૂટી સરપંચે પોલીસને જાણ કરી

ભાસ્કરન્યૂઝ. ઇડર
ઇડરથી વડાલી જતાં રોડ પર ગંભીરપુરાની સીમમાં આવેલા રાણી તળાવની પાળ પાસેથી સવારથી પડી રહેલી એક વૃદ્ધાની લાશનો ઇડર પોલીસે કબજો લઇ તેની ઓળખવિધી હાથ ધરી છે.
આ અંગે ઇડરના પીએસઓના જણાવ્યા અનુસાર, ગંભીરપુરાની સીમમાં આવેલા રાણી તળાવની પાળ પાસે એક વૃદ્ધાની બુધવારે સાંજે લાશ પડી હોવાનું ગંભીરપુરાના ડેપ્યૂટી સરપંચ ઉપેન્દ્રભાઈ પરમારે પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ પીએસઆઇ એચ.એન. મોદીએ સ્ટાફ સાથે રાણી તળાવ જઇને વૃદ્ધાની લાશનો કબજો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધાએ સફેદ કલરની ધોતી અને શર્ટ (ખમીસ) પહેરેલુ હતું. ત્યારબાદ પોલીસે લાશનો કબજો લઇ ઇડર સિવિલમાં લઇ આવ્યા હતા. જે અંગે પોલીસે નોંધ કરી ઓળખવિધિના ચક્રો ગતિમાન કર્યા છે.