• Gujarati News
  • ધાનેરા પાલિકાએ નોટિસો આપી છતાં ગેરકાયદે બાંધકામ ધમધમતું રહ્યું

ધાનેરા પાલિકાએ નોટિસો આપી છતાં ગેરકાયદે બાંધકામ ધમધમતું રહ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેફીબાગમાં ગેરકાયદે કોમ્પલેક્ષનું ધમધમતુ કામકાજ: પાલિકા કાર્યવાહી કરવાને બદલે નોટીસો આપી સંતોષમાનતા અનેક તર્ક-વિતકોg
ભાસ્કર ન્યૂઝ.ધાનેરા
ધાનેરાના વોરા સમાજના કબ્રસ્તાનની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરતાં પાલિકાએ આ બાંધકામ અટકાવવા માટે ત્રણ ત્રણ વખત નોટિસો આપવા છતાં કામકાજ બંધ થયું ન હતુ. જેથી લોકોમાં પણ પાલિકા નોટીસો આપી સંતોષ માને છે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં ઉદાસીનતા દર્શાવે છે જેને લઇ અનેક તર્ક-વિતકોg સર્જાયા છે.
ધાનેરા ખાતે સૈફીબાગ દાઉદી વહોરા જમાત મેનેજીંગ અંજુમાને બુરહાનીની વોરા સમાજની કબ્રસ્તાનના નામે ઓળખાતી જમીન પર હયાત ગંજ રોડ તરફની દુકાનોના પાછળ બાંધકામ શરૂ કરાયું છે.
ધાનેરા પાલિકાએ ત્રણ ત્રણ નોટિસો પાઠવવા છતા કામકાજ ચાલુ રહેતાં આજુબાજુના લોકોમાં ભારે અચરજ સજાર્યું હતું કે, નોટિસો આપવા છતાં કેમ કામ કાજ બંધ થતું નથી કે પછી પાલિકાવાળાઓએ કઇ લેતી દેતી કરી લીધી છે અને માત્ર આપવા ખાતર નોટિસો આપી રહ્યા છે.
આ નોટિસોથી કામકાજ બંધ ન થતાં અન્ય લોકો ઉપરથી પણ પાલિકાનો ભય ઉઠી જવા પામ્યો છે આ અંગે ધાનેરા નગરપાલિકાના ચફિ ઓફિસર સી.એસ. દેસાઇએ જણાવ્યું હતું કે, અમોએ ૨૦મી જુનના રોજ લાસ્ટ અલ્ટીમેટમ આપી દીધી છે અને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને તે બાંધકામ સત્વરે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.