તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટ્રાફિક પોલીસ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો સમજાવશે

ટ્રાફિક પોલીસ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો સમજાવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
બનાસકાંા જિલ્લા પોલીસ વડા દ્વારા સોમવારથી માર્ગ સલામતી સ’ાહનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજુતી આપવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પીએસઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે જિલ્લામાં સતત વધી રહેલા અકસ્માતો અટકાવવા તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોથી અવગત થાય તે હેતુથી જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવની સૂચનાથી માર્ગ સલામતી સ’ાહનો પ્રારંભ કરાયો છે. જેમાં જિલ્લાભરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે જાણ કરી અપાશે. જેમને ટ્રાફિકનું સાહિત્ય પણ અપાશે. આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુરની કે.કે.ગોઠી હાઇસ્કુલ, શક્તિ વિધ્યાલય અને જામપુરા પ્રા.શાળામાં કાર્યક્રમ યોજાયા હતા.