તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કંબોઇ નજીકથી ભૂસ્તર વિભાગની ટીમે રેતી ભરેલાં ૧૧ ડમ્પર ઝડપ્યાં

કંબોઇ નજીકથી ભૂસ્તર વિભાગની ટીમે રેતી ભરેલાં ૧૧ ડમ્પર ઝડપ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાત્રે પણ ગેરકાયદેસર રીતે કરાતું ખનન
ભાસ્કર ન્યૂઝ.ડીસા/કંબોઇ
બનાસ નદીમાંથી મોટાપાયે ગેરકાયદેસર રીતે રેતી કાઢી કરોડોની ખનીજ ચોરી કરાતી હોવાની રજુઆતના આધારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે કાંકરેજ તાલુકાના કંબોઇ પાસે બનાસ નદીમાં અચાનક તપાસ કરી રેતી ભરેલા ૧૧ ડમ્પર જપ્ત કર્યા હતા. સાંજે ૬-૦૦ થી સવારે ૬-૦૦ વાગ્યા સુધી કવોરી બંધ રાખવાનો આદેશ હોવા છતાં લીઝ ધારકો રાત્રે કવોરી ચાલુ રાખી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું છે.
જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી યુ.કે.સિંગ, રોયલ્ટી ઇન્સપેકટર આશિષ સોની, સર્વેયર એન.આર.પટેલ, મેહુલ દવેની ટીમે સિકયુરીટી સ્ટાફ સાથે સોમવારે મોડી રાત્રે કંબોઇ ખાતે ઓચિંતિ તપાસ કરી રેતી ભરેલા ૧૧ ડમ્પર ઝડપી લીધા હતા. આ અંગે રોયલ્ટી ઇન્સપેકટર આશિષભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘રાત્રિ કવોરી ચાલતી હોવાની રજુઆત મળતાં તપાસ કરી ૧૧ ડમ્પર ઝડપી લેવાયા છે. જેની સામે દંડકીય કાર્યવાહી કરાશે.’