• Gujarati News
  • રથયાત્રા નામે ફાળો ઉઘરાવતાં ૬ પકડાયા

રથયાત્રા નામે ફાળો ઉઘરાવતાં ૬ પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેરણા તીર્થમાંથી કોઇએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરતાં શખ્સોને પકડી પોલીસ હવાલે કરાયા
ભાસ્કર ન્યૂઝ.પાટણ
પાટણ શહેરમાં જગદીશ મંદિરની રથયાત્રાના નામે ખાખી પહેરવેશમાં કેટલાક શખ્સો ફાળો ઉઘરાવતાં હોવાનું મંદિર કાર્યકરોના ધ્યાને આવતાં સોમવારે સવારે છીંડીયા વિસ્તારમાંથી શકમંદ શખ્સોને પકડીને મંદિર પરિસરમાં લઇ જઇ ધોલધપાટ કરીને શકમંદોને એ ડિવઝિન પોલીસ હવાલે કરાયા હતા.
શહેરના છીંડીયા વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ સોસાયટીમાં ખાખી પહેરવેશમાં બે શખ્સો મંગળવારે સવારે જગદીશ મંદિરની રથયાત્રાનું નામ લઇને રૂ.૧૦, ૨૦ કે પ૦નો ફાળો ઉઘરાવવા ફરતા હોવાની મંદિરના ટ્રસ્ટીગણ, કાર્યકરોને જાણ થઇ હતી. જેને પગલે કાર્યકરો મંદિરથી લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને બંને શખ્સ કમલ ઉમરાવનાથ પવાર અને અર્જુન ઉમરાવનાથ પવાર મૂળ મધ્યપ્રદેશના અને વર્ષોથી વડોદરા રહેતાં આ શખ્સો છેલ્લા કેટલાક દિવસથી પાટણમાં વસવાટ કરતાં હોવાનું જણાવ્યું હતું. તેમની સાથેના અન્ય ચાર શખ્સોને પણ બોલાવાયા હતા. મંદિરના ટ્રસ્ટી બપિીનભાઇ શુકલે જણાવ્યું હતું કે, બહુરૂપીના વેશમાં શખ્સો રથયાત્રાના નામે રૂ. પ૦,૧૦૦ ફાળો ઉઘરાવતાં હતા. પ્રેરણાતીર્થમાંથી કેટલાકે ફોન કર્યો હતો. આ શખ્સોને પોલીસ હવાલે કરી દેવાયા હતા.