તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • છાત્રાઓની છેડતી કરતો શિક્ષક ઉચાપતમાં ફસાયો

છાત્રાઓની છેડતી કરતો શિક્ષક ઉચાપતમાં ફસાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરીયાસણ શાળાની ફરજ દરમિયાન રૂ. ૫૪ હજારની ગ્રાન્ટ ખોટી સહીઓ કરાવીને પોતાના અંગત ઉપયોગમાં વાપરી ગેરરીતિ કરી આચરી હતી
ભાસ્કર ન્યૂઝ.સિદ્ધપુર
સિદ્ધપુર તાલુકાના ચાંદેસર ગામે પ્રા.શાળામાં ફરજ બજાવતાં એક શિક્ષકે ડુંગરીયાસણ શાળાની ફરજ દરમિયાન રૂ. ૫૪ હજારની ગ્રાન્ટ ખોટી સહીઓ કરાવીને પોતાના અંગત ઉપયોગમાં વાપરી ગેરરીતિ કરી હોવાની ફરિયાદ નોંધાતાં શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છેકે, છાત્રાઓને છેડતીના મામલે શિક્ષકની બદલી ચાંદેસર ગામે કરવામાં આવી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, ચાંદેસર પ્રા.શાળામાં ફરજ બજાવતાં ચેતનભાઇ કરશનભાઇ પટેલ ર૦૦૭-ર૦૦૮માં ડુંગરીયાસણમાં નોકરી દરમિયાન રૂ. ૧૮ હજાર, ર૦૦૮-૦૯માં રૂ. ૩૬ હજાર મળી કુલ રૂ . ૫૪ હજારની ગ્રાન્ટ બેન્કમાંથી રોકડ રૂપે ઉપાડ કરી અંગત રીતે વાપરી નાંખી આ નાણાંનો દૂરુપયોગ કર્યો હોવાની ફરિયાદ સિદ્ધપુર બીઆરસી કો. ઓિર્ડનેટર યોગેશકુમાર નટવરલાલ પટેલે કાકોશી પોલીસ સ્ટેશને નોંધાવી છે.
શિક્ષક ચેતનભાઇ ર૦૦૭-૦૮માં તેમજ ર૦૦૮-૦૯માં તાલુકાના ડુંગરીયાસણ ગામે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતા. જે દરમિયાન આ નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા. જેથી જિલ્લા પ્રા. શિક્ષણતંત્ર દ્વારા ચેતનભાઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી થવા પામી હતી.