તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિદ્ધપુરમાં માતૃત્વ યોજનાના લાભાર્થી સહાયથી વંચિત

સિદ્ધપુરમાં માતૃત્વ યોજનાના લાભાર્થી સહાયથી વંચિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા બે વર્ષથી વનાસણના ૧૪ લાભાર્થીઓ ધરમધક્કા ખાઇ રહ્યાં છે
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુર તાલુકામાં ઇિન્દરાગાંધી માતૃત્વ સહયોગ યોજનામાં ગ્રામીણ મહિલાઓને પ્રસૂતિ દરમિયાનમાં મળતી સહાયમાં ભ્રષ્ટાચાર થતાં સહાયથી વંચિત રહ્યાનો આક્ષેપ લાભાર્થીઓએ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી પ્રથમ હપ્તો મળ્યા બાદના બીજા હપ્તા માટે વનાસણના લાભાર્થીએ તંત્રને રજૂઆત કરતાં હવે ટૂંક સમયમાં આ રકમ આપવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસૂતિવાળી મહિલાઓને ઇિન્દરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના અંતર્ગત પ્રથમ રૂ. ૧૫૦૦ ત્યારબાદ રૂ. ૧૫૦૦ અને રૂ. ૧૦૦૦ એમ ત્રણ હપ્તામાં રૂ. ૪૦૦૦ની સહાય ચૂકવાય છે. આંગણવાડી કાર્યકર દ્વારા જે-તે ગામમાં આ અંગેના ફોર્મ ભરીને સીડીપીઓ દ્વારા આઇસીડીએસ કચેરી દ્વારા સહાય ચૂકવાય છે. જ્યારે વનાસણ ગામના ૧૪ લોકોને છેલ્લા બે વર્ષથી આ સહાય માટે પ્રથમ હપ્તાના રૂ. ૧૫૦૦ જે-તે બેન્ક એકાઉન્ટમાં જમા થયા છે. પરંતુ ત્યારબાદ બે હપ્તા ન મળતાં આ રકમમાં ભ્રષ્ટાચારની આશંકા કરી રહ્યાં છે.
જોકે, એક લાભાર્થી મૂળાભાઇ હીરાભાઇ વાલ્મીકીની પત્નીની પ્રસૂતિ સમયે એક હપ્તો મળ્યો હતો બાદમાં બીજા બે હપ્તા માટે કલેકટર, ટીડીઓ, આઇસીડીએસ અધિકારીને રજૂઆત કરતાં બાકીની રકમ આપવા તંત્ર સંમત થયું હતું ગામના બીજા ૧૩ લોકો સહાયથી વંચિત છે તેવું મૂળાભાઇ વાિલ્મકીએ જણાવ્યું હતું.