તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મેઘરજના રેલ્લાવાડાનો કિશોર ડેન્ગ્યુમાં સપડાયો

મેઘરજના રેલ્લાવાડાનો કિશોર ડેન્ગ્યુમાં સપડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાની ખાનગી હોસ્પિટલમાં કિશોરને સારવાર અર્થો ખસેડાયો
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મેઘરજ તાલુકાના ગેડ ગામનો ૧૧ વર્ષિય કિશોરને ડેન્ગ્યુના લક્ષણો જણાતાં મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ જરૂરી પરીક્ષણો બાદ ડેન્ગ્યુ પોઝિટિવ આવતાં પંથકના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
ગેડ(રેલ્લાવાડા) ગામના વિનય અશિ્ર્વનભાઈ પંડ્યાને તાવ આવતાં તેઓએ સ્થાનિક સારવાર મેળવી હતી. પરંતુ દવા છતાં રાહત નહીં જણાતાં તેને રાજવી હોસ્પિટલના દાખલ કરાયો હતો. ૨૬/૬ ના પરીક્ષણ બાદ ડબલ્યુબીસી અને પ્લેટલેટ કાઉન્ટ ઘટતાં જ વિનયને સઘન સારવાર અપાઈ હતી. હોસ્પિટલના તબીબ ડા¸.વિરલ કવીના જણાવ્યા મુજબ દર્દીનો એન.એસ.પ્લસ એન્ટીજનનો ટેસ્ટ કરાવતાં ડેન્ગ્યુ જણાંતા જરૂરી સારવાર પુરી પડાઈ હતી. હાલ વિનય સારવાર હેઠળ છે અને તેની તબીયત સુધારા ઉપર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
તાલુકાના ગેડ પંથકમાં ડેન્ગ્યુગ્રસ્ત દર્દીના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે રેલ્લાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડા¸.પરીખને સૂચના આપી દવાના છંટકાવ સહિત દર્દીના સગા સંબંધીઓના બ્લડ સેમ્પલ અને સર્વેની કામગીરી હાથ ધરાવી હતી.
બાલેટા-પાલપટ્ટામાં પાણીની તંગી
ભાસ્કર ન્યૂઝ.વજિયનગર
વજિયનગર તાલુકાના પાલપટ્ટા, બાલેટા, ચિતરીયા, વાંકડા, ગાડી, કોડીયાવાડા, પિપલોદી વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા લોકોની પાણીની સમસ્યા હલ કરવા ચાર-પાંચ મહિના પૂર્વે બોર-કૂવા કરવામાં આવ્યા હતા. પરંતુ આ બોર-કૂવા પર મોટર કે હેન્ડપંપ ન મૂકાતા લોકોએ છતે પાણીએ એક-બે કિ.મી. સુધી પાણી માટે દોડવુ પડી રહ્યુ છે. જેથી સત્વરે પાણી પુરવઠા બોર્ડ બોર-મોટર મૂકે તેવી માગણી સરપંચોએ કરી છે. છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
જે અંગે પાણી પુરવઠા બોર્ડના ઇજનેર શાહે જણાવ્યુ હતું પાલપટ્ટામાં બોર થયા બાદ ઉપલબ્ધ તમામ મોટર ભિલોડા-વજિયનગરના ગામડાઓમાં ઉપલબ્ધ કરવાઇ છે, છતાં જયાં બાકી છે તે માટે મોટરો ગાંધીનગરથી મંગાવાઇ છે.
જીપ પલટી ખાતાં એકનું મોત : એક ઘાયલ
વાવ & વાવ તાલુકા બેણપ ગામના રવિભાઇ હરદાસભાઇ પંડ્યા દૂધ ડેરીએ ભરાવી બેણપની એક જીપમાં પોતાના ખેતરે જઇ રહ્યા હતા ત્યારે બેણપ પાટિયા પાસે જીપ પલ્ટી ખાઇ જતાં રવિભાઇ જીપ નીચે આવી જતાં તેમની ગરદન કપાઇ જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નપિજયું હતું. જ્યારે ચાલક રામસીંગભાઇ રાવળ (રહે બેણપ તા. વાવ)ને માથાના ભાગે ઇજા થતાં ૧૦૮ના પાયલોટ મોરારદાન ગઢવી અને ઇએમટી શૈલેષભાઇ મિ±ાીએ થરાદ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે સુઇગામ પોલીસનો સંપર્ક કરતાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી તેમ સુઇગામ પોલીસે જણાવ્યું હતું.
બાયડ તાલુકાના મુસ્લિમ સમાજનુ ગાૈરવ
બાયડ & બાયડના સારસ્વત હાઇસ્કૂલના આચાર્ય અહેમદખાન બલોચના તથા ઝુબેદાબેન બલોચના પુત્ર મોહિનખાન બલોચે કે.એચ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ એમ.એડમાં ૭૭ ટકા ડસ્ટિ્રીકસન માર્કસ મેળવી સમાજમાં પ્રથમ આવતા આનંદની લાગણી છવાઈ છે તેની આ સિદ્ધિને લઇ બાયડ ગાૈસીયા જમાતના પ્રમુખ ગુલામનબી મલેક,ઉપ પ્રમુખ અબ્બાસબેગ મિરઝા તથા સમાજના આગેવાનોએ સન્માન કરી ભેટ ઈનામ આપ્યું હતું.
માલપુર માર્કેટયાર્ડની ચૂંટણી સંપન્ન
માલપુર&માલપુર માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી મંગળવારના રોજ રાખવામાં આવી હતી. જે ભારે રસાકસીભરી હોવા છતાં શાંતપિૂર્ણ માહોલમાં સંપન્ન થતાં તંત્રએ રાહતની લાગણી અનુભવી હતી. જ્યારે ખેડૂત વિભાગ તથા સહકારી વિભાગમાં ૯૮ ટકા જેટલું ભારે મતદાન થયું હતું. જેમાં સહકાર વિભાગમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું. જ્યારે ખેડૂત વિભાગમાં ૯૮ ટકા તથા વેપારી વિભાગમાં ૯૮ ટકા જેટલું મતદાન થતાં ૧૩ બેઠકો માટે ૨૭ ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવતા ઉમેદવારોનું ભાવી હાલ તો મતપેટીઓમાં સીલ થયું છે. જ્યારે બુધવારના રોજ માલપુર માર્કેટયાર્ડ ખાતે મત ગણતરી સવારે ૯ કલાકે યોજાશે. તસ્વીર : જગદીશચંદ્ર ગોર
જયેન્દ્રસિંહ રાઠોડનીઅંત્યોદય સેલના પ્ર.કન્વીનર પદે નિયુકતી
હિઁમતનગર & સાબરકાંઠાના જયેન્દ્રસિંહ રાઠોડ સહિત ઉ.ગુના ભાજપના ૪ સિનિયર અગ્રણીઓને વિવિધ સેલના પ્રદેશ કન્વીનર તરીકે નિમણુંક આપવામા આવી હોવાનુ એક અખબારી યાદીમા જણાવવામા આવ્યુ છે. ભાજપના પ્રદેશ પ્રવકતા આઇ.કે.જાડેજાએ અખબારી યાદીમા જણાવ્યું છે કે, પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ દ્વારા વિવિધ સેલના પ્રદેશ કન્વીનર તરીકેના જાહેર કરાયેલી યાદીમા મહેસાણા સહિત ઉ.ગુના ભાજપના ૪ સિનિયર અગ્રણીઓનો સમાવેશ કરાયો છે.જેમા ડોg જી.કે.પટેલ (મહેસાણા)-અંત્યોદય,જયેન્દ્રસિંહ રાઠોડ,(સાબરકાંઠા)-પંચાયત,બાબુભાઇ દેસાઇ(પૂર્વ ધારાસભ્ય)(બનાસકાંઠા)-ગાૈ સંવર્ધન,ભગુભાઇ પટેલ (બનાસકાઠાં)-શિક્ષણ સેલના પ્રદેશ કન્વીનર તરીકે નિમર્ણક કરાઇ છે.
વડાલીથી અમરનાથ જતા યાત્રાળુઓને વિદાય અપાઇ
વડાલી &હિંદુઓમાં પવિત્ર મનાતા અમરનાથ યાત્રાનો તાજેતરમાં પ્રારંભ થઇ ગયો છે. દરમિયાન વડાલીના પાંચ યાત્રાળુઓ સોમવારે રાત્રે અમરનાથ જવા રવાના થયા હતા. જેમાં હેરશભાઇ મોતીભાઇ સુથાર, ગીતાબેન હરેશભાઇ સુથાર, વજિયકુમાર અંબારામ સુથાર, પ્રવિણભાઇ પરશોત્તમદાસ સુથાર, રમીલાબેન પ્રવિણભાઇ સુથારનો સમાવેશ થાય છે. આ યાત્રાળુઓને વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ હર હર ભોલેનાથના નાદ સાથે સુખદ યાત્રા કરી પરત ફરવા શુભેચ્છા પાઠવી હતી.
વજિયનગરમાં વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
વજિયનગર & વજિયનગર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વય નિવૃત થતાં સોમવારે તેમનો વિદાય શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મામલતદાર ડૉ.પંકજભાઇ વલવાઇ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નગજીભાઇને શાલ, પ્રશિસ્તપત્ર ભેટ આપી નાયબ મામલતદાર એસ.એન.કટારા, ધુળાજી જોષીયારા, રમેશભાઇ ખરાડી તથા રેવન્યુ તલાટી પ્રતિક દોશીએ શુભેચ્છા પાઠવી હતી.તસ્વીર : બપિીન નગારચી
પુનાદરાની પરિણીતાને સાસરિયાં દ્વારા ત્રાસ
પ્રાંતજિ& પ્રાંતજિ તાલુકાના પુનાદરા ગામની પરિણીતાને તેણીના સાસરિયાં દ્વારા ત્રાસ અપાતા મહિલાએ પતિ સહિત ચાર વિરુદ્ધ સોમવારે પ્રાંતજિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પુનાદરા ગામના અલ્પાબેનના લગ્ન કપડવંજ તાલુકાના નવાબોભા ગામના ગણપતસિંહ ચૌહાણ સાથે થયા હતા. દરમિયાન છેલ્લા એક વર્ષથી ગણપતસિંહ અલ્પાબેનને તું ગમતી નથી તેમ કહી ત્રાસ આપતા હતા. જેમાં રૂમાલસિંહ , વિનુસિંહ અને લીલાબેન ચઢામણી કરતા હતા. જેથી કંટાળીને અલ્પાબેને સોમવારે ચાર સાસરિયાં વિરુદ્ધ પ્રાંતજિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.