તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇડરમાં ચેઈનસ્નેચરો બેફામ:રાહદારી બે મહિલાના ગળામાંથી દોરાની ચીલઝડપ

ઇડરમાં ચેઈનસ્નેચરો બેફામ:રાહદારી બે મહિલાના ગળામાંથી દોરાની ચીલઝડપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ઇડર
ઇડર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અછોડ તોડ ટોળકી સક્રિય બની હોવા છતાં પોલીસ તેને પકડવામાં સરેઆમ નિષ્ફળ રહ્યુ છે.દરમિયાન સોમવારે સાંજે પી.ટી.સી. કોલેજ રોડ પરથી પસાર થતી એક મહિલાના ગળામાંથી અજાણ્યા બાઇક સવારે સોનાનો દોરો તોડી પલાયન થઇ ગયો હતો.જે અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે માત્ર અરજી લઇ તપાસ કરીશું તેવો ઉડાઉ જવાબ આપ્યો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. દરમિયાન મંગળવારે જાદરની મહિલાના ગળામાંથી અજાણ્યા શખ્સો સોનાનો એક તોલાનો દોરો તોડી ભાગી ગયા હતા.
સોમવારે રાત્રે ઇડરની પી.ટી.સી. કોલેજ પાસે આવેલ રબારીવાસમાં રહેતા હંસાબેન ભાનુસિંહ સોલંકી જમી પરવાયૉ બાદ પતિ સાથે ચાલવા માટે નીકળ્યા હતા. દરમિયાન પોલીસ સ્ટેશની સામેથી દંપતી પસાર થતા હતા ત્યારે રોંગ સાઇડમાં એક બાઇક સવારે આવી હંસાબેને ગળામાં પહેરેલ બે તોલા સોનાનો દોરો તોડી રેલવે સ્ટેશન તરફ ભાગી ગયો હતો. જોકે દંપતીએ બૂમરાણ મચાવી હતી. પરંતુ બાઇક પર નંબર ન હોવાને કારણે તે પકડાયો ન હતો.જોકે હંસાબેને આ અંગે સોમવારે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રજુઆત કરતા પોલીસે અરજી લખીને આપવા જણાવ્યુ હતું.
દરમિયાન મંગળવારે જાદર ગામના લીલાબેન મુકેશભાઇ વણકર આંગણવાડીમાં કામ કરતા હોવાથી મંગળવારે કામ અર્થો ઇડર આવ્યા હતા. જયાંથી તેઓ જાદર પરત જવા બસ સ્ટેન્ડ તરફ જઇ રહ્યા હતા ત્યારે હેલ્મેટ પહેરેલ એક બાઇક સવારે આવી લીલાબેનના ગળામાંથી એક તોલા સોનાનો દોરો તોડી ભાગી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ગત તા.૨૧ જૂનના રોજ અલ્પાબેન દિલીપકુમાર નામની મહિલાના ગળામાંથી શ્રીનગર વિસ્તારમાંથી સોનાનો દોરો શખ્સો તોડીને ભાગી ગયા હતા.