તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વડાલીમાંથી ખાણ ખનિજ વિભાગે રેતી કપચીનો ૯૦૦ ટન જથ્થો સીઝ કર્યો

વડાલીમાંથી ખાણ ખનિજ વિભાગે રેતી કપચીનો ૯૦૦ ટન જથ્થો સીઝ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગ્યાનું રજિસ્ટ્રેશન કર્યા વગર રેતી અને કપચીના ઢગલા કરાયા હતા
ભાસ્કર ન્યૂઝ. વડાલી
વડાલીના મહાકાળી મંદિર તેમજ થેરાસણા માર્ગ પર ખાણ ખનીજ વિભાગની પરવાનગી વગર બે વેપારીઓએ જમીનનું રજિસ્ટ્રેશન કરાવ્યા વગર તેમજ સ્ટોક પત્રક ન નભિાવતા સોમવારે રાત્રે અધિકારીઓએ દરોડો પાડી ૯૦૦ ટન જથ્થો સીઝ કરી દીધી હતો. જેથી આ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
વડાલીના મહાકાળી મંદિર નજીક તેમજ થેરાસણા માર્ગ પર આવેલ સાહિલ ટ્રેડર્સમાં સોમવારે રાત્રે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી કે.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્સપેકટર અલખ પ્રેમલાણી, સર્વેયર પાર્થ પટેલ અને સુપરવાઇઝર ભૂપેશ પંડયાએ તપાસ હાથ ધરી હતી. જેમાં કપચી અને રેતી જે સ્થળે નાખી હતી તે જગ્યાની પરવાનગી લેવામાં આવી ન હોવાનું જણાયુ હતું. ઉપરાંત આ બંને સ્થળેથી વેચાણ કરાતા ખનીજ પેદાશોનુ સ્ટોક પત્રક પણ રાખ્યુ ન હતું.
ત્યારબાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ તપાસને અંતે ૯૦૦ ટન રેતી અને કપચીનો જથ્થો સીઝ કરી દિલાવરભાઇ મેમણ અને અમરતભાઇ સગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડાલીમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ એકાએક કરેલી તપાસને કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.