તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કમાલપુર પાસેથી કતલખાને લઇ જવાતાં ત્રણ બળદ બચાવાયાં

કમાલપુર પાસેથી કતલખાને લઇ જવાતાં ત્રણ બળદ બચાવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ શખ્સની ધરપકડ કરી પશુને ઈડર પાંજરાપોળમાં મોકલી અપાયા
ભાસ્કર ન્યૂઝ. પ્રાંતજિ
પ્રાંતજિ તાલુકાના કમાલપુર પાટિયા પાસેથી સોમવારે પીકઅપ ડાલામાં ત્રણ બળદને ભરી કતલખાને લઇ જવાતા હતા. જે અંગેની જાણ પોલીસને થતાં તેમણે પીકઅપ ડાલાને પકડી કતલખાને લઇ જવાતા ત્રણ બળદને બચાવી લીધા હતા. તેમજ ત્રણ શખ્સની અટકાયત કરી તેમની વિરુદ્ધ પ્રાંતજિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વગિત મુજબ પ્રાંતજિ નજીક આવેલા કમાલપુર પાટિયા પાસેથી સોમવારે એક પીકઅપ ડાલામાં ત્રણ બળદને ભરી કતલખાને લઇ જવાતા હોવાની બાતમી પ્રાંતજિ પોલીસને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન પસાર થતાં પીકઅપ ડાલા નંબર જીજે.૧૮.વાય.૪૭૬૧ ને ઉભી રાખી તેની જડતી લીધી હતી. જેમાં તપાસ કરતા ત્રણ બળદને હકડેઠઠ બાંધી પાણી અને ઘાસચારાની સગવડ વિના પીકઅપ ડાલામાં ભયૉ હતા જેથી પોલીસે પીકઅપ ડાલામાં બેઠેલા અબ્દુલભાઇ શેખ, પીરૂભાઇ કાળુભાઇ મુલતાણી અને રઇશભાઇ શરીફભાઇ કુરેશીની પુછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા. જેથી પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમની વિરુદ્ધ પ્રાંતજિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધ્યો હતો.જ્યારે બળદને ઇડર પાંજરાપોળ મોકલી આપ્યા હતા.