• Gujarati News
  • કુશ્કીમાં તસ્કરોનો તરખાટ: ત્રણ મંદિરનાં તાળાં તોડતાં ચકચાર

કુશ્કીમાં તસ્કરોનો તરખાટ: ત્રણ મંદિરનાં તાળાં તોડતાં ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણેય મંદિરોના તાળાં તોડી દાનપેટીમાંથી રૂ.૭ હજારની રોકડ ચોરી
ભાસ્કર ન્યૂઝ.શામળાજી
શામળાજી નજીક આવેલા કુશ્કી ગામના માતાજી મંદિર, ભાથીજી મંદિર તેમજ રામદેવજી મંદિરમાં સોમવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરો મંદિરોના તાળા તોડી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ભાગી છુટયા હતા.બનાવ અંગે મંદિરના વહીવટકર્તાઓએ શામળાજી પોલીસને જાણ કરી હતી.
શામળાજી નજીક આવેલા કુશ્કી ગામના અંબે માતાજી મંદિર, ભાથીજી મહારાજ મંદિર તેમજ રામદેવજી મંદિરમાં સોમવારે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા.
તસ્કરોએ મંદિરના તાળા તોડી અંદર મૂકેલી દાનપેટીમાંથી અંદાજે રૂ.૭ હજારની રોકડ રકમની ચોરી કરી ભાગી છુટયા હતા. બનાવ અંગે વહેલી સવારે ગ્રામજનોને ખબર પડતા ગ્રામજનો મંદિરોમાં દોડી આવ્યા હતા. જ્યારે ત્રણેય મંદિરોમાં ચોરી થયા અંગે અંબે માતાજીના મંદિરના વહીવટકર્તા બલવંતસિંહ જગતસિંહ ડાભી તેમજ પંચાલ મોહનભાઇએ શામળાજી પોલીસને લેખિત અરજીથી જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે તસ્કરો માતાજી મંદિરમાંથી રૂ.૭ હજાર અને ભાથીજી મંદિરમાંથી અંદાજે રૂ.૭૦૦ તેમજ રામદેવજી મંદિરની દાનપેટીમાંથી રૂ.૧ હજારની ચોરી કરી લઇ ગયા હતા.