તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિ.પં.ની જેસીંગપુર બેઠક ભાજપને ,તા.પં. થેરાસણ કોંગ્રેસના ફાળે

જિ.પં.ની જેસીંગપુર બેઠક ભાજપને ,તા.પં. થેરાસણ કોંગ્રેસના ફાળે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયતની જેસીંગપુંર બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી : વડાલી તાલુકા પંચાયતનછ થેરાસણ બેઠકકોંગ્રેસે જાળવી રાખી
ભાસ્કર ન્યૂઝ. ભિલોડા/વડાલી
સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખાલી પડેલી ભિલોડા તાલુકાની જેસીંગપુર બેઠક અને વડાલી તાલુકા પંચાયતની ની થેરાસણા બેઠકની રવિવારે ચંૂટણી યોજાઇ હતી. જેનું પરિણામ મંગળવારે મતગણતરી બાદ જાહેર થતાં ભાજપે કોંગ્રેસ પાસેથી જેસીંગપુર બેઠક આંચકી લીધી છે. જોકે વડાલી તાલુકા પંચાયતની થેરાસણા બેઠક પર કોંગ્રેસે જાળવી રાખી છે.
રવિવારે યોજાયેલી પેટા ચંૂટણીમાં જિલ્લા પંચાયતની જેસીંગપુર બેઠક માટે યોજાયેલી ચંૂટણીની મતગણતરી મંગળવારે ભિલોડા ખાતે હાથ ધરાઇ હતી. જેમાં નાનજીભાઇ કચરાભાઇ કલાસવાને ૧૪,૬૪૧ પૈકી ૮,૧૪૩ મત અને કોંગ્રેસના પ્રેમજીભાઇ કાવજીભાઇ ડામોરને ૬,૪૯૮ મત મળ્યા હતા. જેથી ભાજપના ઉમેદવાર નાનજીભાઇ કલાસવાને ૧૬૪૫ મતે વજિયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાજપના નવનિયુકત પ્રમુખ પી.સી.પટેલ, પ્રફુલ પટેલ, ગુણવંત ત્રિવેદી, રણવીરસિંહ ડાભી, લાલસિંહજી ચૌહાણ, ગુલાબચંદ પટેલ, અમૃતલાલ બરંડા, કાંતીલાલ પટેલ, રઘજીભાઇ પટેલ, અરવિંદભાઇ બારોટ તથા સરપંચ મનોજભાઇ પટેલે વજિયી ઉમેદવારને બિરદાવ્યા હતા.
વડાલી મામલતદાર કચેરીમાં તાલુકા પંચાયતની થેરાસણા બેઠકની મંગળવારે તાલુકા પંચાયત ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. રવિવારે યોજાયેલી ચંૂટણીના મતદાનમાં ૨૪૫૮ મતદારોએ મતદાન કર્યુ હતું. જેનું પરિણામ જાહેર થતાં ભાજપના ઉમેદવાર કાંતીભાઇ શંકરભાઇ પટેલને ૭૦૦ અને કોંગ્રેસના ઉમેદવાર રોહિતભાઇ ભગવાનદાસ પટેલને ૭૯૯ મત મળ્યા હતા. જીપીપીના કણીઁદાન ધનજીભાઇ ગઢવીને ૨૨૫, અપક્ષ ઉમેદવાર હસમુખભાઇ અમરતભાઇ પટેલને ૭૩૪ મત મળ્યા હતા. જેથી ચંૂટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર રોહિતભાઇ પટેલને વજિયી જાહેર કર્યા હતા. ત્યારબાદ વજિયી ઉમેદવારનું વજિય સરઘસ કાઢવામાં આવ્યુ હતું.