તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટ્રકની ટક્કરથી પુત્ર સાથે દંપતીનું મોત

ટ્રકની ટક્કરથી પુત્ર સાથે દંપતીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિઁમતપુર પાસે કાળમુખી ટ્રકે બાઇકને ટક્કર મારતાં એક પરિવારના ત્રણનાં મોતને લઈ ગમગીની
ભાસ્કર ન્યૂઝ. હિઁમતનગર
હિઁમતનગર તાલુકાના ગાંભોઇથી ભિલોડા જતા માર્ગ પર આવેલ હિઁમતપુર નજીક મંગળવારે સાંજના સુમારે આઇશર ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઈક પર જઈ રહેલા પુત્ર સાથે દંપતીનું મોત નીપજયું હતું. એક જ પરિવારના ત્રણ જણાના મોતને લઈ ગામમાં ગમગની છવાઈ ગઈ છે .આ બનાવ અંગે ગાંભોઇ પોલીસે ઘટના સ્થળે જઇ ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.
ભિલોડા તાલુકાના શણગાલ ગામના નટવરસિંહ દાનસિંહ પરમાર, પત્ની કિરણબેન અને પુત્ર સાથે બાઇક નંબર જીજે.૯.સીસી.૬૪૧૯ પર ગાંભોઇથી ભિલોડા જઇ રહ્યા હતા. દરમિયાન ભિલોડાથી આવતી આઇશર ટ્રક નંબર જીજે.૯.ઝેડ.૮૫૫૨ ના ચાલકે ટ્રકને બાઇક સાથે અથડાવી દીધો હતો. જેના કારણે દંપતી અને પુત્ર ધડાકાભેર જમીન પર પટકાયા હતા. જેથી ગંભીર ઇજાને કારણે ત્રણ વર્ષનો સુનિલ તેમજ પતિ-પત્નીનું ઘટના સ્થળે કરૂણ મોત નપિજયું હતું. ત્યારબાદ મોડી રાત્રે ત્રણેય મૃતકની લાશને ગાંભોઇના પી.એસ.આઇ. જે.આર.ઝાલા અને રાઇટર મુકેશભાઇ પ્રજાપતિએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પી.એમ. કરાવી લાશને તેમના પરિવારજનોને સોપવાની કાર્યવાહી હાથ ધરી હતી.એકજ પરિવારના ત્રણનાં મોતને લઈ ગામમાં શોકનો માહલો છવાયો હતો.