તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્વાતંત્રય પર્વ અગાઉ થીમ આધારીત ૧૦ દિ’ ઉજવવા નિર્ણય

સ્વાતંત્રય પર્વ અગાઉ થીમ આધારીત ૧૦ દિ’ ઉજવવા નિર્ણય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં આગામી સ્વાતંત્રયદિનની ઉજવણીને શાનદાર બનાવવા વહીવટી તંત્ર દ્વારા અનેક કાર્યક્રમોના વિવિધ આયોજન સાથે અનેક સંસ્થાઓને સાંકળી ૧લી ઓગસ્ટથી ૧૦મી ઓગસ્ટ સુધી જુદા-જુદા દિવસોના કાર્યક્રમો (થીમ) નક્કી કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર હર્ષદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી આર.જી. ભાલારાના માર્ગદર્શન હેઠળ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સંસ્થાઓ, વેપારીઓ, આૈધ્યોગિકગૃહોને સહભાગી બનાવી જિલ્લામાં ઓગસ્ટના પ્રારંભથી લઇને દસ દિવસ સુધી થીમ આધારીત દિવસો નક્કી કરવામાં આવ્યા છે.
આ તમામ દિવસોની ઉજવણી માટે અધિકારીઓની જવાબદારી સુનિશ્ર્વિત કરવામાં આવી છે સંબંધિત અધિકારીઓ વ્યક્તિગત રીતે પોતાના વિભાગ મારફતે વિવિધ સંસ્થાઓને સાંકળી કાર્યક્રમનું આયોજન કરશે.