તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોડાસામાં ઠાકોર સમાજ દ્વારા મૌન રેલી

મોડાસામાં ઠાકોર સમાજ દ્વારા મૌન રેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીતા મકવાણા આત્મહત્યા કેસમાં ન્યાયીક તપાસના મુદ્દે આવેદનપત્ર અપાયું
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસાની ચકચારી ઘટના નીતા મકવાણા આત્મહત્યાકેસમાં ન્યાયીક તપાસ કરવા મંગળવારે ઠાકોર સમાજ દ્વારા મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું .ઉલ્લેખીનય છે કે નીતા મકવાણાની પોલીસ કવાર્ટરના બંધ મકાનમાંથી ગળાફાંસો ખાધેલી મળી આવેલી લાશે અનેક રહસ્યો સજયાઁ છે.
મોડાસા તાલુકા ઠાકોર સમાજ દ્વારા નીતા મકવાણા મોત પ્રકરણે પોલીસ તપાસમાં ઝડપ આવે અને આ બનાવમાં કસ્ટોડીયન ડેથનો ગુનો દાખલ કરી કસૂરવાર તમામ સામે તટસ્થ તપાસ હાથ ધરી સજા ફટકારાય તેવી માંગ સાથેનું આવેદનપત્ર પ્રાંત અધિકારી એચ.એમ.જાડેજાને આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા માટે ઠાકોર સમાજના લોકોએ ગણેશપુર (હજીરા) ખાતેથી મૌન રેલી યોજી હતી. સમગ્ર રેલીનું નેતૃતત્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, રમણસિંહ ઠાકોર, રામસિંહ (ગારૂડી), કમલેશસિંહ ભીમાવત, ડાહ્યાભાઈ ખાંટ, હિઁમતસિંહ સહિતના અગ્રણીઓએ લીધું હતું. સાતમા આરોપી તરીકે રીટાયર્ડ જમાદાર પ્રવિણસિંહનું નામ દાખલ કરવા અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ જમાદારે નીતાને ખુબ જ ધમકાવી હોવાનું અને તેના પરિવારજનોને હેરાન કર્યા હોવાથી તેને સાતમા આરોપી તરીકે સમાવેશ કરવા માંગ કરાઈ હતી.
આવેદનમાં કઈ કઈ માગણીઓનો ઉલ્લેખ
#ફરાર આરોપીઓને તાકીદે પકડી જેલ હવાલે કરો
#ગુનામાં સામેલ અન્ય એક રીટાયર્ડ જમાદારને આરોપી બનાવી તેની ધરપકડ કરો
#ફરિયાદી તરીકે મૃતકની માતાનું નામ દાખલ કરવા પોલીસ સ્ટેશન ડાયરીની નોંધ જાહેર કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરો
#પોલીસ સ્ટેશન પકડીને લવાયેલી મહિલાનો કબ્જો મહિલા કોન્સ્ટેબલને નહીં સોંપવા પાછળ કસૂરવારોને સજા કરો
#મોતનો કેસ આત્મહત્યા છે કે હત્યા ? તેની તટસ્થ તપાસની માંગ કરો
પોલીસે રાહતનો દમ લીધો
વિભાગીય પોલીસ વડા કે.બી.ઝાલાના નેતૃત્વમાં પોલીસે બંદોબસ્ત પુરો પાડÛો હતો. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રએ ત્રણ ઈન્સ્પેકટર, સાત સબ ઈન્સ્પેકટર અને ૭૦થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ટીઆરબીને રેલીના રૂટ ઉપર ગોઠવી દીધા હતા. રેલી શાંતભિયૉ માહોલમાં સંપન્ન થતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.