તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • થરાદ તાલુકાના વાડીયામાં પોલીસ ચોકી કાર્યરત કરાઇ

થરાદ તાલુકાના વાડીયામાં પોલીસ ચોકી કાર્યરત કરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનોએ ત્રણ દિવસ અગાઉ રજુઆત કરી હતી
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર,થરાદ
થરાદ તાલુકાના વાડીયામાં પોલીસ ચોકી શરૂ કરવા માટે ત્રણ દિવસ અગાઉ ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા પોલીસવડાએ ૧ લી જુલાઇથી પોલીસચોકી કાર્યરત કરી છે. જેમાં ચાર પોલિસકર્મીની નિમણુંક કરાઇ છે.
જયાં ૨૪ કલાક પોલીસકર્મી કાર્યરત રહેશે. અને ગામમાં આવતી-જતી ગાડીઓની નોંધણી તેમજ ગાડીઓમાં આવનારા ઇસમોની પુછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત થરાદ નાયબ પોલીસ અધિક્ષક અને ધાનેરા પીએસઆઇ સ’ાહમાં એક વખત ટીમ સાથે ગામમાં કોમ્બીંગ કરશે અને ગુનાહિત પ્રવૃતિ મળી આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વાડીયા ગામમાં મહિલાઓને દેહવ્યપાહ કરાવવા માટે જબરજસ્તીથી ધકેલનારા વ્યક્તિ વિરૂદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. વાડીયામાં પોલીસ ચોકી શરૂ કરાતાં અસામજિક પ્રવૃતિ આચરતા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે.
પ્રથમ દિવસે જ કાર્યવાહી કરાતાં બે પીધેલ ઝડપાયા
થરાદ : વાડીયાના પુરુષો દલાલો સાથે મળીને સગીરા તથા યુવતીઓ સાથે દેહવક્રિયનો ધંધો કરાવતા ઉપરાંત દારૂ પીને છાટકા બની ગામમાં ભયનો માહોલ ફેલાવતા હોવાની રજુઆત પણ કરાઇ હતી. જેના પગલે પોલીસ દ્વારા રાત્રે ચેકિંગ કરાતાં સોમવારની રાત્રે દસ વાગ્યે ગામના જ બે ભૂપતભાઇ ભુરાભાઇ સરાણીયા અને મોબતભાઇ બાબુભાઇ સરાણીયા જીજે ૨૪ એન ૨૨૭૩ નંબરના મોટરસાયકલ પર આવી પીધેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા.