તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોડાસામાં ચેઈન સ્નેચરોનો તરખાટ, મહિલાના ગળામાંથી ચેઈન ખેંચાઈ

મોડાસામાં ચેઈન સ્નેચરોનો તરખાટ, મહિલાના ગળામાંથી ચેઈન ખેંચાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે સાંજે ગાંધીધામની મહિલા અને સોમવારે દર્શન કરવા ગયેલી મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી શખ્સો ફરાર
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસામાં સોમવારની વહેલી સવારે નગરના ડીપ વિસ્તારમાં આવેલ ગણપતી મંદિરે દર્શન કરવા ગયેલી મહિલાના ગળામાંથી બાઈકસવારે શખ્સોએ દોરાની ચીલઝડપ કરી હતી. જ્યારે રવિવારે મેઘરજ રોડ ઉપરની જલદીપ સોસાયટીમાંથી પસાર થઈ રહેલ ગાંધીધામની મહિલાના ગળામાંથી દોઢ તોલા સોનાની ચેઈન ખેંચાતા ફરી એકવાર નગરમાં મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે.બાઈક પર આવેલા શખ્સો દોરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પ્રથમબનાવની વગિત મુજબ સોમવારની વહેલી સવારે નગરના ડીપ વિસ્તારમાં આવેલ ગણપતી મંદિરે દર્શન કરવા ગયેલ ઉષાબેન નટવરભાઈ નાગર જ્યારે ઘરે નીલકંઠ સોસાયટીમાં પરત જઈ રહ્યા હતા ત્યારે બ્લેક કલરની બાઈક ઉપર હેલ્મેટ પહેરી ત્રાટકેલા ચેઈન સ્નેચરોએ મહિલાના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઈન ખેંચી લેતાં ચકચાર મચી હતી.
આ ઉપરાંત ગાંધીધામના વેલીબાઈ કાનજીભાઈ પટેલ તેમની દીકરીના ઘરે મોડાસા ખાતે મહેમાનગતી આવ્યા હતા.રવિવારે રવિવારની સાંજે તેઓ મેઘરજ રોડ ઉપરના રોયલ પ્લાઝામાંથી ગોવર્ધન સોસાયટીમાં જઈ રહ્યા હતા. ત્યારે જલદીપ સોસાયટીના નાકે બ્લેક પલ્સર ઉપર સવાર થઈ આવેલા બે યુવકોએ વેલબાઈના ગળામાંથી ચેઈન ખેંચી લઈ ગણેશ મંદિરના માર્ગે ભાગી છુટયા હતા. વેલબાઈના જમાઈ કિરીટભાઈના જણાવ્યા મુજબ બાઈક ઉપરની પાછલી સીટ ઉપર સવાર ચેઈન સ્નેચરે ઝાટકા સાથે દોઢ તોલા સોનાની ચેઈન તોડતાં મહિલાના ગળા ઉપર ઉઝરડા પડ્યા હતા. અને સોસાયટીના રહીશોએ આ ચેઈન સ્નેચરોનો પીછો કર્યો હોવા છતાં પુરઝડપે ભાગી છુટયા હતા. છેલ્લાકેટલાક દિવસોથી ચેઈન સ્નેચÃગના વધેલા બનાવોથી ત્રસ્ત મહિલાઓએ સુરક્ષાના મુદ્દે આવેદનપત્ર આપ્યું હોવા છતાં પોલીસ હજુ ઘોર નિંદ્રામાં પોઢી રહી છે.