તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડીસાના વિરૂણા ગામે ઝેરી જનાવર કરડતાં કિશોરનું મોત

ડીસાના વિરૂણા ગામે ઝેરી જનાવર કરડતાં કિશોરનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘર આગળ રમતો હતો ત્યારે દંશ દીધો
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસા તાલુકાના વિરૂણા ગામે ઘર આગળ રમતાં ૧૩ વર્ષના કિશોરને કોઇ ઝેરી જનાવરે દંશ દેતાં ડીસા સારવાર મળે તે અગાઉ રસ્તામાં મોત નપિજયું હતું.
વિરૂણા ગામે રહેતાં નારણભાઇ લીલાભાઇ પરમાર રવિવારે મોડી સાંજે ૭-૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘર આગળ રમતો હતો. ત્યારે અચાનક કોઇ ઝેરી જનાવરે પગના ભાગે દંશ દીધો હતો. તેની બૂમાબૂમ સાંભળી પરિવારજનો દોડી આવતાં તેને તાત્કાલીક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યો હતો. જો કે, સારવાર મળે તે અગાઉ તેણે રસ્તામાં જ અંતિમ શ્ર્વાસ લઇ લીધો હતો. તેના અકાળે મૃત્યુથી પરિવારજનો અને ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. તેની લાશનું ડીસા સિવિલ ખાતે પી.એમ. કરી વાલી વારસોને સોંપાઇ હતી. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
વદાણી નજીક ટ્રેકટરની અડફેટે યુવકનું મોત
પાટણ : પાટણ-ડીસા હાઇવે પર વદાણી નજીક ગામના સુરેશભાઇ જીવાભાઇ ચમાર અને તેમનો ભાણો નરેશભાઇ બંને જણાં રવિવારે ગામની સીમમાં ચૂડેલ માતાજીના દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી પરત ચાલતા આવતાં આલ્ફા હોટલ નજીક પહોંચતાં પાછળથી આવી રહેેલા એક અજાણ્યા ટ્રેકટરે સુરેશભાઇ ચમારને અડફેટે લેતાં તેઓ માર્ગ પર પટકાયા હતા તેમને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. બાદમાં મૃતકની લાશનું જંગરાલ પીએચસી ખાતે પીએમ કરાવ્યું હતું.