તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નાંદલાના તલાટી ~ ૧ હજારની લાંચ લેતાં ઝડપાયા

નાંદલાના તલાટી ~ ૧ હજારની લાંચ લેતાં ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરાના ખેડૂતને આકારણી નોંધ આપવા રૂ. એક હજારની માંગ કરી હતી: પાલનપુર એ.સી.બી.ના છટકામાં રંગેહાથ ઝડપાયા
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસા તાલુકાના નાંદલા ગામના તલાટીએ ભાદરા ગામના ખેડૂતને આકારણી નોંધ આપવા લાંચની માંગણી કરતાં ખેડૂત ðારા પાલનપુર એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતાં સોમવારે ગોઠવાયેલા છટકામાં તલાટી રૂ. એક હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જવા પામ્યા હતા.
આ અંગેની વગિત એવી છે કે, ડીસા તાલુકાના ભાદરા ગામે રહેતાં નારણજી જગાજી ઠાકોરને વારસાઇ અંગેના કાગળો કરવાના હોઇ તેમના ભાઇ રમેશજી ઠાકોર અને પોપટજી ઠાકોરના મકાનની આકારણી નોંધની જરૂર હતી. જેથી તેમણે એક માસ અગાઉ ગામના સેજાના આવતાં નાંદલા ગામના તલાટી ભરતભાઇ લક્ષ્મણભાઇ સુથાર (મિસ્ત્રી) (રહે, મગરોડા, તા. વિસનગર, જિ. મહેસાણા)નો સંપર્ક કરતાં તલાટીએ રૂ. એક હજારની માંગ કરી હતી.
ત્યારબાદ બે દિવસ અગાઉ તેમણે તલાટીને ફોન કરી રમેશજી અને પોપટજીના ઘરોની આકારણી નોંધની જરૂર છે તમે આપો તેમ કહેતાં તલાટીએ રૂ. એક હજાર લઇને આવજો તેમ જણાવતાં તેઓએ પાલનપુર લાંચ રૂશ્ર્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરતાં સોમવારે છટકું ગોઠવાયું હતું.
જેમાં એ.સી.બી.ના પી.આઇ. એમ.એસ.દેસાઇ, પી.આઇ. પી.ડી.મનવર, એ.એસ.આઇ. એ.વી.દેસાઇ, જે.ડી.પરમાર, પો.કો. પી.આઇ. નાંદલીયા, પી.એલ.ગાૈસ્વામી, પ્રવિણસિંહ સહિત સ્ટાફે ડીસાના વી.જે.પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડમાં ૮૧ નંબરની દુકાનના ઉપરના માળે તલાટીએ નારણજીને બોલાવેલી જગ્યા પર છટકું ગોઠવતાં રૂ. એક હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા.
એસીબીની કાર્યવાહીથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.