તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાવની ૭૯ પંચાયતોમાં ફકત ૨૮ તલાટી કમ મંત્રી : અરજદારો પરેશાન

વાવની ૭૯ પંચાયતોમાં ફકત ૨૮ તલાટી કમ મંત્રી : અરજદારો પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વાવ
વાવ તાલુકામાં તલાટીઓની ઘટથી કામ અર્થે આવતા અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ તલાટીઓને એકથી ચાર ગામનો ચાર્જ સોપવામાં આવતા તેઓની હાલત પણ દયનીય બની જવા પામી છે. વાવ તાલુકાની ૭૯ પંચાયતોમાં ૬૧ સેજામાં અગાઉ ૩૩ તલાટી ફરજ બજાવતા હતા. જેમાં તા. ૩૦-૬-૧૩ના પાંચ તલાટી વય મયૉદા નિવૃત્ત થતાં હવે ૨૮ તલાટીઓ ફરજ બજાવે છે. તલાટીની ઘટ થતાં ગામલોકોને પંચાયતના કામો માટે હેરાન પરેશાન થવું પડે છે. કેટલાય તલાટીઓ પાસે ચારથી પાંચ ગામોનો ચાર્જ હોવાના લીધે ગામના લોકોને કામકાજ માટે દાખલા, સહી સિક્કા કરાવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. વાવ તાલુકા પંચાયત કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ તલાટી કમ મંત્રી અને ૧ સર્કલ વય મયૉદા નિવૃત્ત થતાં હવે ૨૮ તલાટીઓ ૬૧ સેજામાં ફરજ બજાવશે. તલાટીઓની ઘટ પૂરી કરવા લોક માંગ ઉઠી છે.