તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સમી તાલુકા પંચાયત પ્રમુખનો કાર્યભાર મહિલાના શિરે

સમી તાલુકા પંચાયત પ્રમુખનો કાર્યભાર મહિલાના શિરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રૂખીબેન મફાજી ઠાકોરની સર્વસંમતિથી વરણી : ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ નવા પ્રમુખને અભિનંદન આપ્યા
ભાસ્કર ન્યૂઝ. સમી
સમી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ આર્યએ રાજીનામું આપી દીધા બાદ તેમની જગ્યાએ નવા તાલુકા પંચાયત પ્રમુખનો તાજ ઠાકોર રૂખીબેન મફાજી ઠાકોરને સર્વ સંમતિથી સોંપવામાં આવ્યો છે. સોમવારે તેમણે કાર્યભાર સંભાળી લીધો હતો.
સમી તા. પં. પ્રમુખ તરીકે છેલ્લા બે વર્ષથી ભરતભાઇ આર્ય કાર્યરત હતા. જેઓને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાતા સમી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે એક માસ અગાઉ રાજીનામું પાટણ જિલ્લા પંચાયત ખાતે આપ્યું હતું. જિલ્લા પંચાયતની સાધારણ સભામાં રાજીનામું મંજૂર કરાયા બાદ સોમવારના રોજ સમી તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં નવા પ્રમુખ તરીકેનો ચાર્જ રૂખીબેન ઠાકોરને સોંપવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ચાણસ્માના ધારાસભ્ય દિલીપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય નાગરજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઇ આર્ય, તાલુકાના આગેવાનો, ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઇ આર્યએ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સર્વ શ્રેષ્ઠ જવાબદારી ગણાવી હતી. કારણ કે, તાલુકાના દરેક ગામોના પ્રશ્નો અર્થે સીધો જ લોકોથી સંપર્ક કરાવતો થઇ શકયો હતો. તેમણે તાલુકાના બે ધારાસભ્યો સાથે ખભેખભો મિલાવી આવનારી લોકસભાની બેઠક ભાજપને ફાળે લાવવા હાકલ કરી હતી. ધારાસભ્ય દિલીપજી ઠાકોરે પણ જિલ્લામાં સમી તાલુકાના સંગઠનને મજબૂત ગણાવી ઘરના પ્રશ્નો ઘરમાં રાખી વિકાસને વેગ આપવા જણાવ્યું હતું.