તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિંગતેલના ૧૧ અને કપાસીયા તેલના ૪ નમૂનામાં ગુણવત્તા ઓછી માલુમ પડી

સિંગતેલના ૧૧ અને કપાસીયા તેલના ૪ નમૂનામાં ગુણવત્તા ઓછી માલુમ પડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ફુડ વિભાગે લીધેલા ખાધ્યતેલના નમૂના ગુણવત્તામાં ઉણા ઉતયૉ @શહેર સહિત જિલ્લામાં વિવિધ દુકાનોમાંથી તેલના ૩૦ જેટલા નમૂના તપાસ માટે લેવાયા હતા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ઝડપી માલામાલ બની જવાની લ્હાયમાં વેપારીઓ લોકોના ખિસ્સા તો ખાલી કરી રહ્યા છે. પરંતુ સાથોસાથ આરોગ્ય સાથે પણ રમત રમી રહ્યા છે. આજે બજારમાં જે કંઇ વેચાઇ છે એ બધુ બરોબર નથી એનો વધુ એક પરચો જિલ્લાના વેપારીઓએ કરાવ્યો છે. બજારમાં ઓછી ગુણવત્તાનું તેલ વેચાઇ રહ્યું છે. તેલના વેપારીઓના ત્યાંથી લેવાયેલા ૧૫ જેટલા નમૂના ઓછી ગુણવત્તાના હોવાનું બહાર
આવ્યું છે.
બજારમાં ભેળસેળયુકત તેલ વેચાઇ રહ્યું હોવાની રાવને પગલે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. મહેસાણા ફુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આર.એસ.પટેલની રાહબરીમાં ફુડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ ગત મહિને વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. શહેર સહિત જિલ્લાના વિવિધ સ્થળોએથી વેપારીઓના ત્યાંથી ખાધ્યતેલોના ૩૦થી વધુ નમૂના લઇ તપાસ અર્થે મોકલાયા હતા. જેનો રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે. કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંગતેલના ૧૧ અને કપાસીયા તેલના ૪ મળી ૧૫ નમૂના ઓછી ગુણવત્તાના માલુમ પડ્યા છે. જેમાં મહેસાણાના ૨, સતલાસણાના ૨, વિજાપુરના ૩, નંદાસણના ૧, કડીના ૧, વડનગરના ૧, વિસનગરના ૧ અને બહુચરાજીના ૪ નમૂના પૃથ્થકરણમાં ઉણા સાબિત થયા છે. અડધા નમૂના ઓછી ગુણવત્તાના માલુમ પડતાં બજારમાં કેવું તેલ વેચાઇ રહ્યું છે અને ઉંચા ભાવ આપ્યા બાદ પણ લોકો કેવું તેલ ખાઇ રહ્યા છે એ ચિંતાજનક મુદ્દો બન્યો છે.
દૂધની ગુણવત્તા પણ ઓછી
ઉનાળાના દિવસોમાં દૂધ કોલ્ડ્રÃકસ, આઇસ કેન્ડી, આઇસ્ક્રીમ સહિતનો ઉપયોગ વધે છે. શહેરના બજારમાં હલકી ગુણવત્તાવાળો માલ વેચાઇ રહ્યો હોવાની રાવને પગલે ફુડ વિભાગ દ્વારા આઇસ કેન્ડી સહિત કોલ્ડ્રીકસ ધારકોના ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં લેવાયેલ બે સેમ્પલ ઓછી ગુણવત્તાવાળા હોવાનું બહાર આવ્યું છે. મહેસાણા શહેરના માલ ગોડાઉન વિસ્તારમાં આવેલ સ્વીટા આઇસ કેન્ડીમાં લેવાયેલ મિલ્ક કેન્ડી અને વિસનગરના બંસી આઇસ્ક્રીમ પાર્લરમાંથી લેવાયેલ મેંગો મિલ્ક શેકના નમુના પ્úથ્થકરણમાં ઉણા ઉતયૉ છે. આ બંને નમુનામાં દૂધ ઓછી ગુણવત્તા વાળું હોવાનું ખુલ્યું છે.
કોના પર ભરોસો રાખવો
આજે મોંઘવારી આસમાનને અડી રહી છે ત્યારે ઉંચા દામ આપી તેલનો ડબ્બો ઘરે લાવીએ છીએ. વેપારી પર ભરોસો કરી ખરીદી કરીએ છીએ, આમ છતાં જો ગુણવત્તા હલકી નીકળે તો પછી કોના પર ભરોસો રાખવો? વેપારીઓએ પણ સમજુવું જોઇએ કે આખરે તેઓ પણ માણસ છે અને ગ્રાહકો પણ માણસ છે.
શું કાર્યવાહી થઇ શકે?
ખાધ્યા પદાર્થમાં ગુણવત્તા ઓછી જણાય તો આવા કિસ્સામાં ૫ લાખ સુધીના દંડની કાર્યવાહી થઇ શકે છે. જ્યારે જો આવા નમૂના અનસેફ જણાય તો આ કેસ કોર્ટમાં મુકાય છે. જયાં સેમ્પલ અસુરક્ષિત સાબિત થાય તો દંડની સાથે જેલની પણ સજા થઇ શકે છે.
કાર્યવાહી હાથ ધરાશે
મહેસાણા ફુડ કચેરીના ડેઝિગ્નેટેડ ઓફિસર આર.એસ.પટેલે જણાવ્યું હતું કે, ગત મહિને ખાધ્ય તેલની તપાસ માટે ઝુંબેશ કરાઇ હતી. જેમાં શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારની દુકાનોમાંથી નમુના લેવાયા હતા. જેમાં ઓછી ગુણવત્તાના માલુમ પડેલા નમુનાના કિસ્સામાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.
હવે આગળ શું?
ફુડ વિભાગ દ્વારા લેવાયેલ નમૂના પ્રયોગશાળામાં મોકલાયા હતા. વિવિધ ૧૧ જેટલા ટેસ્ટ બાદ એનાલીસીસ રીર્પોટ તૈયાર કરાયો છે. તેલ અને મિલ્ક કેન્ડીના જે નમુના ઓછી ગુણવત્તાવાળા મામુલ પડ્યા છે. એવા કિસ્સામાં ગાંધીનગર સ્થિત ઉચ્ચ કચેરી ખાતે સુનાવણી હાથ ધરાશે. જયાં દંડાત્મક સહિતની કાર્યવાહી હાથ ધરાશે.
કયા નમૂના ઓછી ગુણવત્તાવાળા જણાયા
તેલની બ્રાન્ડ ક્યાંથી નમૂનો લેવાયો
અમૃત, સિંગતેલ મહાકાળી ઓઇલ ડેપો, મહેસાણા
રાધે સિંગતેલ મહાકાળી ટ્રેડીંગ, મહેસાણા
દો ગુલાલ, સિંગતેલ શિવ શક્તિ ટ્રેડીંગ, સતલાસણા
સ્વરાજ, કપાસીયા હરીશ કિરાણા સ્ટોર્સ, વિજાપુર
અમૃત સિંગતેલ શ્રીનાથ ટ્રેડીંગ, વિજાપુર
અમૃત સિંગતેલ ભાગ્ય લક્ષ્મી કિરાણા સ્ટોર્સ, સતલાસણા
સૌરાષ્ટ્ર ગોલ્ડ સિંગતેલ ગુરૂકૃપા કિરાણા સ્ટોર્સ, નંદાસણ
ખજાના ગોલ્ડ સિંગતેલ કે.કે.કિરાણા સ્ટોર્સ, કડી
અમૃત કપાસીયા રાઠી બ્રધર્સ, વિજાપુર
સ્વરાજ કપાસીયા સુરજ કિરાણા સ્ટોર્સ, વડનગર
શ્રીનંદ કપાસીયા આદર્શ કિરાણા સ્ટોર્સ, વિસનગર
જલારામ સિંગતેલ ઠક્કર નિલેશ વિનોદભાઇની પેઢી, બહુચરાજી
ગણેશ સિંગતેલ ઠક્કર નિલેશ વિનોદભાઇ, બહુચરાજી
કળશ સિંગતેલ પારસ પ્રોવઝિન સ્ટોર્સ, બહુચરાજી
સ્વાદ સિંગતેલ પારસ પ્રોવઝિન સ્ટોર્સ, બહુચરાજી