• Gujarati News
  • સિદ્ધપુર પુનાસણ પાટિયા પાસે બસ રિક્ષા વચ્ચે અકસ્માત: છ ઘાયલ

સિદ્ધપુર-પુનાસણ પાટિયા પાસે બસ-રિક્ષા વચ્ચે અકસ્માત: છ ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુર-પુનાસણ હાઇવે ઉપર સોમવારે સવારે પાટણ તરફથી સિદ્ધપુર આવતી એસટી બસ સાથે પાછળ આવતી રિક્ષા ટકરાઇ જતાં રીક્ષામાં બેઠેલા છ વ્યક્તિઓ ઘવાયા હતા. જેઓને ધારપુર મેડિકલ હોસ્પિટલ ૧૦૮ દ્વારા ખસેડવામાં આવ્યા હતા.
સોમવારે સવારે ૧૧ કલાકે પાટણ-સિદ્ધપુર-ખેરાલુ બસ (જીજે-૧૮વાય-૩૩૭૦) સિદ્ધપુર આવી રહી હતી. જે દરમિયાન પુનાસણ પાટીયા પાસે વિદ્યાર્થીઓને ઉતારવા માટે બસ થોભાવી હતી. જે દરમિયાન પાછળથી આવતી રીક્ષા (જીજે-૨૪વી-૩૧૯૩)એ ઓવરટેક કરવા જતાં સામેથી મારૂતિ ગાડી આવતી હોઇ સ્ટીયરÃગ પરનો કાબુ ગુમાવતાં અને બસના પાછળના ભાગે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.