તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાત્રક યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરને નિવૃત્તિના દિવસે જ ચાર્જશીટ

વાત્રક યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરને નિવૃત્તિના દિવસે જ ચાર્જશીટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેકડેમો સહિત ગેરરીતિઓના મુદ્દે ગાંધીનગર નર્મદા કલ્પસર વિભાગના અધિકારીઓ દ્વારા નિવૃત્તિ વિદાય સમારોહમાં જ બંધ કવરમાં નોટિસ આપતાં કર્મચારીઓમાં ફફડાટ
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
હિઁમતનગર સિંચાઈ યોજના વર્તુળ હસ્તકના વાત્રક યોજના નહેર અને સિંચાઈ વિભાગના કા.પા.ઈજનેરને તેઓના કાર્યકાળ દરમિયાન ૧૦ થી વધુ ગેરરીતીઓ આચરી હોવાના મુદ્દે નર્મદા કલ્પસર વિભાગ દ્વારા તેમના નિવૃતિના દિવસે જ બંધ કવરમાં નોટિસ અપાઈ હોવાના અહેવાલથી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.
મોડાસા ખાતે સિંચાઈ વિભાગ અને નહેર વિભાગમાંથી નિવૃત્ત થતા કર્મચારીઓ અધિકારીઓનો વિદાય સમારંભ સોમવારે માઝૂમ જળાશય ખાતે યોજાયો હતો.ત્યારે સમારંભના છેલ્લા તબક્કે સ્થળ ઉપર આવી પહોંચેલા રાજ્યના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અધિકારીઓએ નિવૃત્ત થતાં કાર્યપાલક ઈજનેર ડી એન ઠાકોરને બંધ કવરમાં ચાર્જશીટ નોટિસ આપી હોવાના અહેવાલથી ચકચાર મચી હતી.જોકે આ અંગેના અહેવાલને હિંમતનગર ખાતેના ઉચ્ચ અધિકારીઓએ નામ ન છાપવાની શરતે સમર્થન આપ્યું હતું.
આ અધિકારીએ સામે તેઓના કાર્યકાળ દરમિયાન આચરવામાં આવેલી ગેરરીતીઓના જુદા જુદા ૧૦ કેસો અને મોડાસા સહિતના પંથકમાં બાંધવામાં આવેલ ચેકડેમોમાંની ગેરરીતીઓ સંદર્ભે નોટિસ અપાઈ હોવાની આધારભૂત વર્તુળોએ જણાવ્યું હતું. નિવૃત્ત થયેલ અધિકારીને તેઓના વિદાય સમારંભમાં ઉપસ્થિત કેટલાક અધિકારીઓએ ખેડૂતોના હામી તરીકે નવાજયા હતા, જ્યારે આ જ સમારોહમાં સિંચાઈ વિભાગમાં ગેરરીતીઓ આચરવાના પ્રશ્ને ચાર્જશીટ બજાવાતાં સિંચાઈ વિભાગમાં ખળભળાટ મચ્યો હતો.