તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રોજ ૪૦ દર્દીઓ સારવાર લે છે પણ સુવિધાનાં ઠેકાણાં નથી

રોજ ૪૦ દર્દીઓ સારવાર લે છે પણ સુવિધાનાં ઠેકાણાં નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણા સ્થિત ઇએસઆઇ હોસ્પિટલમાં રોજ અંદાજે ૪૦ દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ અહીં દર્દીઓને આરામ માટે પલંગ કે હોસ્પિટલના કર્મચારીઓને બેસવા સારી ખુરશી પણ નથી. ઇમરજન્સીમાં દર્દીને મહેસાણા સિવિલ અને કલોલ ઇએસઆઇ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.
આજે ઓફિસો, હોસ્પિટલોને કોર્પોરેટ લૂક અપાઇ રહ્યા છે ત્યારે ઉ.ગુ.માં કડીને બાદ કરતાં સૌથી વધુ કામદાર દર્દીઓ ધરાવતી મહેસાણાની ઇએસઆઇ હોસ્પિટલમાં વર્ષો જૂનાં ટેબલ અને સાધનોથી સારવાર કરાઇ રહી છે. હાઇવે સ્થિત સિલ્વર કોમ્પલેક્ષમાં આવેલી આ હોસ્પિટલમાં જીઆઇડીસીના સાડા પાંચ હજાર કામદારો અને તેમના પરિવારના સભ્યો મળી ૨૫ હજાર જેટલા વ્યકિતઓ હેલ્થકાર્ડ ધરાવે છે. જેમને સારવાર આપવા સાધનો છે, પરંતુ વર્ષો જૂના. અહીં કોમનરૂમમાં કેસબારી, ફામૉસિસ્ટ રૂમ, પેશન્ટ વેઇટિંગ રૂમ છે. જ્યારે અન્ય બે રૂમમાં તબીબને બેસવા અને નર્સનો રેસ્ટરૂમ છે. અહીં મહેસાણાની સાથે પાલનપુર, પાટણ, ડીસા, સિદ્ધપુરના કામદાર દર્દીઓ તેમજ હરિયાણા અને દિલ્હીના દર્દીઓ પણ સારવાર માટે આવે છે, છતાં તંત્ર સુવિધા વધારવામાં વામણું સાબિત થઇ રહ્યું છે.
કામદાર દર્દીઓને ખર્ચાળ સારવાર વિનામૂલ્યે મળે છે
ઇએસઆઇ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કામદાર દર્દીને એટેક, સર્જરી, હેડ ઇંજરી સહિતના કેસોમાં અમદાવાદ સ્થિત એપોલો, રાજસ્થાન હોસ્પિટલ સહિતની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઝડપી સારવાર મળી શકે છે.
હોસ્પિટલમાં શંુ હોવું જોઇએ
ડૉકટર રૂમ, સિસ્ટર રૂમ, કેસબારી, ફામૉસિસ્ટ રૂમ, પેશન્ટ વેઇટિંગ રૂમ, દવાનો સ્ટોરરૂમ તેમજ દર્દીને આરામ માટે પલંગ સહિતનું ફનિgચર તેમજ સાધનો હોવાં જોઇએ.
હોસ્પિટલમાં શંુ નથી
હોસ્પિટલમાં બે ડૉકટરો વચ્ચે એક રૂમ, સિસ્ટર રૂમ છે પરંતુ તેમાં સુવિધા નથી, કેસબારી, ફામૉસિસ્ટ રૂમ તેમજ પેશન્ટ વેઇટિંગ રૂમની સુવિધા નથી.
અમારા મતે તમામ સુવિધા છે : તબીબ
સ્ટેટ કોર્પોરેશન સાથે ગુજરાત સરકારે કરેલા કોલોબ્રેશનથી ચાલતી આ ઇએસઆઇ હોસ્પિટલમાં અમને કોઇ અસુવિધા જણાતી નથી. દર્દીઓને પ્રાથમિક સુવિધા આપી શકાય તે મુજબના સાધનો છે તેવું અહીં ફરજ બજાવતા ડૉ. એમ.એ. કાલરાએ જણાવ્યું હતું.