તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોરસદમાં કૂવામાંથી લાશ મળી

બોરસદમાં કૂવામાંથી લાશ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . બોરસદ
બોરસદ નગરમાં પટેલ વાડીની પાછળ આવેલા કૂવામાં સોમવારે સાંજે એક લાશ પડી હોવાની જાણ થતાં નગરમાં ચકચાર મચી હતી. જોકે, મૃતકે કેન્સરની બીમારીથી પીડાતો હોઇ આપઘાત કર્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યોહતો.
સૂત્રોના જણાવ્યાં મુજબ બોરસદમાં પટેલ વાડીની પાછળ આવેલ એક કૂવામાં એક લાશ હોવાની જાણ ગ્રામજનોને થઇ હતી. મોડી સાંજે નગરમાંથી ટોળે ટોળા કૂવા ઉપર લાશ જોવા ઉમટી પડ્યાં હતાં. સફેદ બુશર્ટ પહેરેલ યુવકની લાશ પડી હોવાની જાણ કોઇએ બોરસદ શહેર પોલીસ મથકે કરતાં જ પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસે લાશ બહાર કાઢવા માટે બોરસદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં, પરંતુ ફાયર પાસે પાણીમાંથી લાશ કાઢવા માટેના કોઇ સાધનો ન હોવાથી તેઓ મોઢુ વકાસી ઉભા થઇ જતાં પોલીસે લાશને બહાર કાઢવા બીજો આશરો શોધવાનો શરૂ કર્યો હતો. જોકે, મોડી રાત સુધી લાશને બહાર કાઢી શકાઇ નહોતી. બીજી બાજુ ઘટનાસ્થળે ઉમટેલા લોકોમાં આ યુવક બોરસદનો હોવાનું અને તે કેન્સરથી પિડાતો હોવાની ચર્ચા થતી જોવા મળી હતી.
જોકે, લાશ બહાર નીકળ્યાં બાદ તેની ઓળખવિધિ અને પોસ્ટમમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થશે.