તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આઇ.ટી.આઇ.ના ગેસ્ટ લેકચરરના માનદ વેતનમાં વધારો કરવા માગણી

આઇ.ટી.આઇ.ના ગેસ્ટ લેકચરરના માનદ વેતનમાં વધારો કરવા માગણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વજિયનગર
રાજ્યભરમાં ચાલતી આૈધ્યાગિક તાલીમ સંસ્થામાં ચાલતા વિવિધ ટ્રેડોમાં બેચની સંખ્યા સામે કાયમી ઇન્સ્ટ્રકટરની ઘટ છે. જેના કારણે ગેસ્ટ લેકચરરોની મદદ લેવાઇ રહી છે.
પરંતુ તેમને એક કલાકના રૂ.૨૫૦ લેખે, બે કલાકના રૂ.૫૦૦ , મહિના પેટે રૂ.૨૪હજાર ચૂકવવાના થાય છે.તેમજ તેઓની પાસે રોજના પુરા કલાકોની કામગીરી લેવાય છે. પરંતુ ઇન્સ્ટ્રકટરોને માનદ વ્યાખ્યાતા કરી પુરા કલાકોની અને આખો મહિનો સેવા આવ્યા પછી પણ માત્ર રૂ.૪૫૦૦ ચૂકવવામાં આવે છે.જે હાલની મોંઘવારીને અને પરિસ્થિતિને જોતા ખૂબ જ ઓછી હોવાનું ઇન્સ્ટ્રકટર વિનોદભાઇ કોટવાલે જણાવ્યુ હતું. જેના કારણે ઓછા વેતનના કારણે ગેસ્ટ લેકચરરો સેવા આપવા તૈયાર નથી થતાં, તેના કારણે કૌશલ્યયુકત માનવબળ તૈયાર ન થતાં બરોજગારોની સંખ્યા વધી રહી છે, સામે પક્ષે સરકાર દ્વારા ચાલતા ઇ.એમ.પાવરની ફેકલ્ટીને સંદર્ભમાં થયેલ પરપિત્ર હેઠળ માસિક વળતર આપવામાં આવે છે તથા કે.વી.કે. ફેકલ્ટીને સંદર્ભ પરપિત્ર મુજબ માસિક પગાર આપવામાં આવે છે. જે સરકાર દ્વારા લઘુત્તમ રૂ.૯૪૦૦ નક્કી થયુ છે. આજ લઘુત્તમ વેતન ગેસ્ટ લેકચરરોને પણ આપવામાં આવે તેવી માગણી ઉઠી છે.
અંગે વજિયનગર આૈધ્યોગિક તાલીમ સંસ્થાના વડા એન.આર.પટેલે જણાવ્યુ હતું કે રાજ્યભરની આૈધ્યાગિક તાલીમ સંસ્થાઓમાં ગેસ્ટ લેકચરરના વેતનની વિસંગતતા અંગે માગણી ઉઠી છે. જે અંગે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત થઇ છે.