તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાયડ તાલુકા ટીચર્સ મંડળીમાં ચેરમેન,વા.ચેરમેન વરાયા

બાયડ તાલુકા ટીચર્સ મંડળીમાં ચેરમેન,વા.ચેરમેન વરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ તાલુકા ટીચર્સ મંડળીમાં ચેરમેન,વા.ચેરમેન વરાયા
બાયડ& બાયડ તાલુકાના ડેમાઇ ખાતે ચાલતી તાલુકા ટીચર્સ મંડળીમાં યોજાયેલ સભામાં નવીન ચેરમેન તેમજ વા.ચેરમેનની નિમÒંક કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે કુવરસિંહભાઇ તથા વા.ચેરમેન તરીકે ભાવેશકુમાર મગનભાઇ પટેલ(બળીયાદેવ પ્રા.શાળા) ની નિમÒંક થતા તાલુકામાં આનંદની લાગણી છવાઈ હતી. બંને હોદ્દેદારોને સંઘના તેમજ તાલુકા ટીચર્સના આગેવાનોએ આવકારી હતી.
નિકોડાની પરિણીતાને સાસરિયાં દ્વારા ત્રાસ
હિઁમતનગર & હિઁમતનગર તાલુકાના ચાંપલાનાર ગામના દીપીકાબેનના લગ્ન નિકોડાના નાથાભાઇ નાયીના દીકરા સંજયભાઇ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેણીને ૯ વર્ષનો પુત્ર મીત છે.દરમિયાન છેલ્લા ચાર વર્ષથી દીપીકાબેનના પતિ સંજયભાઇ, સસરા નાથાભાઇ,સાસુ મીનાક્ષીબેન, જેઠ પીનેશભાઇ અને જેઠાણી સંગીતાબેન તેણી પાસે પિતાના ઘરેથી રૂ.૫ લાખ લઇ આવ તેમ કહી દહેજની માગણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્રાસ આપતા હતા. જેથી દીપીકાબેન કંટાળીને પિયર જતી રહી હતી. ત્યારબાદ પતિ સહિત દહેજ ભૂખ્યા સાસરિયાં સામે પરિણીતાએ શનિવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનિય છે કે દહેજના દૂષણને કારણે કેટલીય પરિણીતાઓના જીવન બરબાદ થઈ જાય છે ત્યારે આ દૂષણ કયારે દૂર થશે.
વિદ્યાર્થીઓનો એન. સી.સી.માં પ્રવેશોત્સવ
શામળાજી & શામળાજી નજીક આવેલી સૂયૉ એકલવ્ય સૈનિક શાળા ખેરંચામાં સોમવારે નવા એડમશિન અપાયેલા ૨૦ વિદ્યાર્થીઓનો એન.સી.સી.માં પ્રવેશોત્સવ ઊજવાયો હતો. આ પ્રસંગે ૩૪ બટાલીયન એન.સી.સી. ઓફિસ હિઁમતનગરથી ત્રણ પી.આઇ.સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓનું ચયન કરવામાં આવ્યુ હતું. ૩૪ ગુજરાત બટાલીયન હિઁમતનગરના કમાન્ડીંગ ઓફિસર બી.કે.ઠાકુરે વિદ્યાર્થીઓને એકતા, અનુશાસન, દેશભકિત તથા દેશની સામ્પ્રત પરિસ્થિતિમાં સૈનિકોની ભૂમિકા વિશે જાણકારી આપી હતી.અંતે વૃક્ષારોપણ કરાયું હતું.
પોશીનામાં જીપ અને બાઇક ટકરાતા ંએકનું મોત
પોશીના & ખેડબ્રહ્ના તાલુકાના પોશીના-આંજણી માર્ગ પરના ચંદ્રાણાઅ નજીક જીપ બાઇક સાથે ટકરાતા બાઇક ચાલકનું મોત નપિજયુ હતું. જ્યારે બાઇક પાછળ મહિલાને પગે ફેકચર થતા ૧૦૮ દ્વારા વધુ સારવાર અર્થો ખેડબ્રહ્ના હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગેની વગિત મુજબ પોશીનાથી આંજણી માર્ગ પરના ચંદ્રાણા નજીક સોમવારે મોડી સાંજે જીપ નંબર જીજે.૬.એ.એચ.૩૮૮૦ નો અજાણ્યા ચાલક આંજણીથી પોશીના આવી રહ્યો હતો. દરમિયાન બાઇક નંબર જીજે.૨.એ.જે.૦૦૬૬ નો અજાણ્યો ચાલક બાઇક પાછળ મહિલાને બેસાડી આંજણી તરફ જતા હતા ત્યારે ચંદ્રાણા ગામના ઢાળવાળા વળાંકમાં બાઇક અને જીપ ટકરાયા હતા. જેથી અકસ્માત થતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકો એકત્ર થઇ ગયા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા અજાણ્યા બાઇક ચાલક અને મહિલાને ૧૦૮ દ્વારા પોશીના સિવિલ લઇ જવાઇ રહ્યા હતા. દરમિયાન બાઇક ચાલકનું રસ્તામાં પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતું. જ્યારે મહિલાનેે ઇજા થતા તેણીને ખેડબ્રહ્ના સિવિલ ખાતે ખસેડાઇ હતી.